ટ્રમ્પ

નવરાજ સિંઘ રાય કેલિફોર્નિયાના કેર્ન કાઉન્ટીના પ્રથમ શીખ પ્રોટેમ જજ બન્યાં હતાં. ગયા અઠવાડિયે યોજાયેલા એક સમારોહમાં ‘ધ બાકો કિડ’ જાણીતા રાયે કેર્ન કાઉન્ટીના કેલિફોર્નિયાના સુપિરિયર કોર્ટના પ્રોટેમ જજ તરીકે શપથ લીધા હતાં. કાઉન્ટીના કાનૂની ઇતિહાસમાં આ એક નવો અધ્યાય હતો, કારણ કે પ્રથમ વખત કોઈ શીખ (અને પંજાબી શીખ) જજ બન્યાં હતાં. તેઓ કાઉન્ટીના ઇતિહાસમાં આ પદ સંભાળનારા પ્રથમ શીખ બન્યાં હતાં.

રાય ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાનો પુત્ર છે. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં અભ્યાસ કર્યો હતો. પ્રોટેમ જજ તરીકે તેઓ વિવિધ બાબતોનું સંચાલન કરશે તથા તેમની કાનૂની કુશળતાનો ઉપયોગ કરીને ન્યાય, આદર અને કાયદાના શાસનની ખાતરી કરશે. કેર્ન કાઉન્ટી હિન્દુ કલ્ચરલ સેન્ટર અને પંજાબી મીડિયા આઉટલેટ્સે આ નિમણૂકને વિશિષ્ટ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી હતી.

LEAVE A REPLY