સમગ્ર દેશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે દિલ્હીમાં રાજપથ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમારોહમાં દેશની વધતી સેના શક્તિ, બહુ મુલ્ય સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક-આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે.
આ દરમિયાન રાજપથ પર લાંબી-લાંબી ઝાંખીઓ, પરેડ અને આકાશમાં કરતબ દેખાતા વાયુસેનાના વિમાન રોમાંચથી ભરી દેશે. આ વર્ષે ગણતંત્ર દિવસ કાર્યક્રમના મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર મેસિયસ બોલસોનારો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 71માં ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર તિરંગો ફરકાવ્યો. આ અવસરે પર તેમના 21 તોપોની સલામી આપવામાં આવી. હવે રાજપથ પર રાષ્ટ્રપતિ પરેડની સલામી લીધી.
7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118 પદ્મશ્રીથી થશે સમ્માનિત
પ્રજાસત્તાક દિવસે આપવામાં આવતા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણથી સમ્માનિત થનારાઓમાં નાણાંમંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નામ પણ છે.
જ્યારે પીવી સિંધુ અને મનોહર પારિકરને પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે. 118 હસ્તિઓને પદ્મ શ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે, જેમાં લંગર બાબા જગદીશ લાલ આહૂજા, સમાજીક કાર્યકર્તા જાવેદ અહમદ ટેક, સામજીત કાર્યકર સત્યનારાયણ મુનડયૂર, એસ. રામકૃષ્ણ, યોગી એરોનને આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. જ્યારે 1984 ભોપાલ ગેસ દુર્ઘટનાના કાર્યકર્તા અબ્દુલ જબ્બારને પણ મરોણોપરાંત આ સમ્માનથી નવાજવામાં આવશે.
પદ્મ વિભૂષણ
આ ઉપરાંત જ્યોર્જ ફર્નાંડિસ(મરણોપરાંત), અરૂણ જેટલી(મરણોપરાંત), સર અનિરુદ્ધ જુગનાથ, એમસી મેરી કોમ, છુન્નુલાલ મિશ્રા, સુષ્મા સ્વરાજ(મરણોપરાંત), પેજાવરા મઠના મહંત શ્રી વિશ્વેશા(મરણોપરાંત) પદ્મ વિભૂષણથી સમ્માનિત થશે.