હેમિલ્ટન ખાતે રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ભારતના બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડને તડગો સ્કોર આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં ન્યૂઝીલેન્ડને 347 રનનો સ્કોર આપ્યો હતો. ભારતના બેટ્સમેનોએ સારી શરુઆત કરી હતી. જેમાં શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સેન્ચુરી મારી હતી. તેણે 107 બોલમાં 11 ફોર અને 1 સિક્સની મદદથી 103 રન કર્યા હતા. તેના સિવાય લોકેશ રાહુલે ફિનિશરની ભૂમિકા નિભાવતા 64 બોલમાં 88* રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.
તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 3 ફોર અને 6 સિક્સ મારી હતી. કિવિઝ માટે ટિમ સાઉથીએ 2 વિકેટ, જ્યારે ગ્રાન્ડહોમ અને સોઢીએ 1-1 વિકેટ લીધી હતી. ઐયર 83 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ગ્રાન્ડહોમમે લોન્ગ-ઓફ પર તેનો કેચ છોડ્યો હતો. વિરાટ કોહલી 51 રને ઈશ સોઢીની ગુગલીમાં બોલ્ડ થયો હતો. તેણે કરિયરની 58મી ફિફટી મારી હતી અને ઐયર સાથે ત્રીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી.
મયંક અગ્રવાલ ટિમ સાઉથીની બોલિંગમાં પોઇન્ટ પર બ્લેંડલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 6 ફોરની મદદથી 32 રન કર્યા હતા. તે પહેલા પૃથ્વી શો કોલિન ડી ગ્રાન્ડહોમની બોલિંગમાં કીપર લેથમ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 3 ફોરની મદદથી 20 રન કર્યા હતા.
ટેલરે 73 બોલમાં કરિયરની 21મી સેન્ચુરી મારી છે. ટોમ લેથમ કુલદીપ યાદવની બોલિંગમાં લોન્ગ-ઓન પર શમીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 48 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 69 રન કર્યા હતા. હેનરી નિકોલ્સ 78 રને વિરાટ કોહલી દ્વારા રનઆઉટ થયો હતો. ટોમ બ્લેંડલ 9 રને કુલદીપની બોલિંગમાં રાહુલ દ્વારા સ્ટમ્પ થયો હતો. તે પહેલા માર્ટિન ગુપ્ટિલ 32 રને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં જાધવના હાથે કેચ આઉટ થયો હતો. ન્યૂઝી લેન્ડે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી.