લોકસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતી વખતે પીએમ મોદી ફુલ ફોર્મમાં નજરે પડ્યા હતા. લોકસભામાં પીએમ મોદીએ કરેલા લાંબા સંબોધનમાં 35મી મિનિટે રાહુલ ગાંધીનો ઉલ્લેખ થયો હતો. પીએમ મોદીએ રાહુલ ગાંધીનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, મારા માટે કહેવામાં આવ્યુ છે કે, છ મહિનામાં લોકો મને ડંડાથી મારશે એટલે મેં પણ નક્કી કર્યુ છે કે, છ મહિનામાં સૂર્યનમસ્કાર કરીને મારી પીઠ મજબૂત બનાવીશ એટલે મને ડંડાની કોઈ અસર ના થાય. એ પછી સંસદમાં હંગામો શરુ થયો હતો.
પીએમ મોદીએ આગળ કહ્યુ હતુ કે, 20 વર્ષથી હું ગંદી ગાળો સાંભળી રહ્યો છે અને એટલે મેં મારી જાતને ગાળોથી પ્રૂફ કરી લીધી છે. હું આભારી છું કે મને છ મહિનાનો સમય અપાયો છે. મોદીએ રાહુલ ગાંધી પર ટોણો એટલા માટે માર્યો હતો કે, ગઈકાલે રાહુલ ગાંધીએ એક ભાષણમાં કહ્યુ હતુ કે, દેશમાં બેરોજગાર યુવાઓની સંખ્યા વધી રહી છે અને આ જ સ્થિતિ ચાલુ રહી તો યુવાઓ પીએમ મોદીને ડંડા મારશે.
જેનો જવાબ મોદીએ આજે લોકસભામાં કટાક્ષ કરીને આપ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો, આ જવાબની શરૂઆત કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી અને પીએમ મોદી વચ્ચે બહેસ થઇ. પીએમ મોદીએ કહ્યું કે, તમારા માટે ગાંધીજી ટ્રેલર છે અમારા માટે જિંદગી છે.