ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ રન કરવાના મામલે પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો છે. કોહલીએ સિદ્ધિ ન્યૂઝીલેન્ડ સામેની હેમિલ્ટન વનડે દરમિયાન મેળવી હતી. કોહલીએ કેપ્ટન તરીકે 87 મેચમાં 76.46ની એવરેજથી 5123 રન કર્યા છે.

જ્યારે ગાંગુલીએ 148 વનડેમાં 5082 રન કર્યા છે. કોહલીએ હેમિલ્ટન વનડેમાં 63 બોલમાં 51 રન ફટકાર્યા હતા. કેપ્ટન કોહલીએ 21 સેન્ચુરી અને 23 ફિફટી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ રનની સૂચિમાં એમએસ ધોની 6641 રન સાથે ટોપ પર છે. જ્યારે કોહલી ત્રીજા નંબરે છે.

મોહમ્મદ અઝહરુદીન 5239 રન સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગે કેપ્ટન તરીકે સૌથી વધુ 230 વનડેમાં 8497 રન કર્યા છે. તે પછી ધોની બીજા ક્રમે આવે છે. ન્યૂઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ ત્રીજા અને શ્રીલંકાનો અર્જુન રણતુંગા ચોથા સ્થાને છે. ફ્લેમિંગે 218 વનડેમાં 6295 અને રણતુંગાએ 193 વનડેમાં 5608 રન કર્યા છે.