કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે 6-6 અને રાજસ્થાનમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 900 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 791 સંક્રમિત હાલ પણ હોસ્પિટલમાં છે અને 76 સ્વસ્થ થઈ ચુક્યા છે. આ આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.
સરકારના આંકડામાં હાલ સંક્રમિતોની સંખ્યા 748 થઈ છે. 66 સ્વસ્થ થઈ ચુક્યા છે. શુક્રવાર સુધી આ બિમારીથી 22 લોકોના મોત થઈ ચુક્યા છે. એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે 151 કેસ શુક્રવારે જ સામે આવ્યા, 3 લોકોના મોત થયા અને 25 લોકો સ્વસ્થ થયા હતા. આ પહેલા 23 માર્ચે એક દિવસમાં 102 લોકો સંક્રમિત થયા હતા.
મધ્યપ્રદેશમાં કુલ સંક્રમિત-29 છે. જબલપુરમાં વધુ બે લોકોનો કોરોના તપાસ રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો. બન્ને નવા દર્દી પહેલાથી સંક્રમિત સરાફા વ્યાપારીના ત્યાં કામ કરતા હતા. હવે જબલપુરમાં 8, ઈન્દોરમાં 15, ભોપાલમાં 03, શિવપુરીમાં 2, જબલપુર 8, ગ્વાલિયરમાં એક પોઝિટિવ છે.
રાજસ્થાનમાં કુલ સંક્રમિત-50 છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના સાત નવા કેસ સામે આવ્યા હતા. ભીલવાડામાં સૌથી વધારે 21 દર્દી છે. ભીલવાડાના ક્લેક્ટર આર ભટ્ટનું કહેવું છે કે 13 હજાર બેડ લગાવવા માટે પણ સ્થળ બતાવાયું છે. જરૂર પડશે તો અમે 15000 લોકોને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ.
ઉત્તરપ્રદેશમાં કુલ સંક્રમિત-49 રાજ્યમાં સૌથી વધારે 9 કેસ આગરમાં છે. ત્યારબાદ 8 કેસ લખનઉમાં સામે આવ્યા છે.દિલ્હીની આસપાસના રાજ્યના ગાઝિયાબાદમાં મજૂરોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પોતાના ઘર સુધી પહોંચવા માટે કોઈ સાધન મળી રહ્યું નથી.
નવી મુંબઈ વિસ્તાકમાં એક બાળકમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. જેની સાથે શહેરમાં હવે સંક્રમતોની સંખ્યાનો આંકડો 8એ પહોંચ્યો છે. સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 154 કેસ સામે આવી ચુક્યા છે. શુક્રવારે પોઝિટિવ મળેલા 29 દર્દીમાંથી માત્ર 15 સાંગલીના છે. સાંઘલીના દર્દી પહેલા પોઝિટિવ મળી આવેલા લોકોના સંપર્કમાં હતા.
કુલ સંક્રમિત-6 જેમાંથી પાંચ કેસ બુધવારથી ગુરુવાર વચ્ચે સામે આવ્યા. આ સાથે જ રાજ્યના કૃષિ મંત્રી રવિન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન ખેડૂતોને મંડીથી ખાલી સાધન લઈને પાછા ફરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આદેશ આપ્યો છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ.
બિહાર, કુલ સંક્રમિત-9 રાજ્યમાં વધુ બે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી એક સિવાનનો રહેવાસી છે, જે તાજેતરમાંથી જ દુબઈથી પાછો આવ્યો હતો. બીજો નાલંદાનો છે તે પણ વિદેશથી આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણના નવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે કે આ લોકોએ દેશ બહાર કોઈ યાત્રા કરી નથી.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ગુંટૂરમાં બે લોકો પોઝિટિવ મળી આવ્યા છે. અહીંયા હવે પોઝિટિવ કેસની સંખ્યા 13 થઈ ગઈ છે. આ બન્ને લોકો બે અન્ય કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ પહેલા વધુ એક સંક્રમિત મળ્યો હતો. તે 17 માર્ચે બ્રિટનથી પાછા આવેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.