- કાળમુખા કોરોનાવાયરસે ખુની રૂપ ધારણ કરતા યુકે, યુરોપનો પાંચમો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બની ગયો છે.
- સરકારની ઇમરજન્સી લોન યોજનાનો લાભ નકારવામાં આવ્યા પછી 10 મિલિયન જેટલી કંપનીઓનુ ભાવિ અંધકારમય બનશે.
- કુરિયર્સે લોકોને વિનંતી કરી હતી કે બિન-આવશ્યક વસ્તુઓ ખરીદવાનુ બંધ કરે. કારણ કે તેઓ મોટેભાગે બિન-આવશ્યક પાર્સલ પહોંચાડે છે.
- એક મિલિયન લોકોએ છેલ્લા બે અઠવાડિયામાં યુનિવર્સલ ક્રેડિટ માટે દાવો કરવાનો પ્રયાસ કર્યો છે.
- હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ચેતવણી: ઇસ્ટર દરમિયાન યુકેમાં દરરોજ 1,000 લોકોના મૃત્યુ થઈ શકે છે.
- દેશમા લોકડાઉન થતા પહેલા બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો.
- નિષ્ણાતો કહે છે કે સામાજિક અંતર રાખવાના ફાયદા દેખાતા બીજા કેટલાંક અઠવાડિયા લાગશે.
- પ્રિન્સ ઑફ વેલ્સ ચાર્લ્સે કોરોનાવાયરસના દર્દીઓ માટે ઇસ્ટ લંડનના એક્સેલ સેન્ટર ખાતે નવી એનએચએસ નાઈટીંગેલ હોસ્પિટલને 530 માઇલ દૂર સ્કોટલેન્ડથી જનતાની સેવા માટે ખુલ્લી મૂકી હતી.
- યુ.એસ., ઇટાલી અને સ્પેનમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
- વડા પ્રધાન બોરીસ જ્હોન્સનને તાવમાં ઘટાડો ન થતા હોસ્પીટલમાં દાખલ કરાયા.
- બ્રિટનના સૌથી નાના કોરોનાવાયરસ પીડિત 13 વર્ષીય ઇસ્માઇલ મોહમ્મદ અબ્દુલવહાબના અંતિમ સંસ્કારમાં તેના પરિવારજોનો ભાગ લઇ શક્યા નહી. તેના ભાઈ અને બહેનમાં લક્ષણો વિકસિત થયા પછી તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે.
- વોલસોલની 36 વર્ષની ફ્રન્ટલાઈન નર્સ અરીમા નસરીન મૃત્યુ પામનાર દેશની સૌથી નાની વયની હેલ્થ વર્કર છે.
- હિથ્રો એરપોર્ટ જાહેરાત કરી હતી કે મુસાફરોના રોષની વચ્ચે એક જ રનવે સાથે તે કાર્યરત રહેશે.
- વિલ્ટશાયરના પોર્ટન ડાઉન ખાતેની નિષ્ણાત લશ્કરી પ્રયોગશાળામાં એન્ટિબોડી ટેસ્ટ થઇ રહ્યા છે.
- એન.એચ.એસ. સ્ટાફનો ટેસ્ટ કરવe ચેઝીંગ્ટનમાં મેક-શિફ્ટ સુવિધા ઉભી કરવીમાં આવી હતી.
- બ્રિટીશ ચેમ્બર્સ ઑફ કોમર્સના સર્વે મુજબ લગભગ 44% કંપનીઓના અડધા કરતા વધુ સ્ટાફને ‘ફરલો’ યોજના દ્વારા સરકાર 80 ટકા વેતન ચૂકવશે.
- યુકેના ચાર કર્મચારીઓમાંથી એકને ફરલો સ્કીમ હેઠળ વેતન ચૂકવાશે.
- લોકડાઉનની જાહેરાત પછી યુનિવર્સલ ક્રેડિટ માટેની અરજીઓ વધી ગઈ છે.
- જૂનના અંતમાં સુનિશ્ચિત થયેલ વિમ્બલ્ડન 2020 ટેનિસ ટૂર્નામેન્ટ રોગચાળાને કારણે રદ કરવામાં આવી છે.
- એડિનબરા ફેસ્ટિવલ ફ્રિંજને રદ કરવામાં આવ્યો છે.
- સરકારની ઇમરજન્સી લોન નકારવામાં આવ્યા પછી 10 મિલિયન જેટલી કંપનીઓ બંધ થશે તેવી બેંકોએ ધમકી આપી છે.
- પેટ્રોલ – ડીઝલની રાષ્ટ્રીય માંગમાં 70 ટકાનો ઘટાડો થતા સેંકડો ગ્રામીણ પેટ્રોલ સ્ટેશનો બંધ કરવા પડશે.
- ઇમ્પીરીયલ કૉલેજ લંડનના સંશોધન મુજબ યુકેના લોકડાઉનને પગલે દરેક દર્દી 6 લોકોને બદલે માત્ર 0.62 વ્યક્તિને જ ચેપ લગાવે છે. આમ ચેપ લાગતા લોકોની સંખ્યામાં ઘટાડો થશે.
- સ્પેનમાં દર સાત લોકોમાં એકને અને કુલ 7.5 મિલિયન લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગેલો છે.
- ઇટાલીની વસ્તીના 10 ટકા લોકોને ચેપ લાગેલો છે.
- ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલમાં 70થી વધુ આરોગ્ય કર્મચારીઓને કોરોનાવાયરસ.
- યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર એન્થોની કોસ્ટેલોએ કહ્યું હતુ કે લંડનની હોસ્પિટલમાં 181 માંથી 73 સ્ટાફને કોરોના વાયરસ છે.