અ્મેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યુ છે કે, કોરોના વાયરસને લઈને અમેરિકા ચીન સામે બહુ ગંભીર રીતે તપાસ કરી રહ્યુ છે. તેમણે સંકેત આપ્યો હતો હતો કે, કોરોના વાયરસ ફેલાવવાથી જે નુકસાન થયુ છે તે બદલ અમેરિકા ચીન પાસેથી 12.34 લાખ કરોડ રુપિયા કરતા પણ વધારે વળતર માંગશે. જે જર્મનીની વળતરની માંગણી કરતા વધારે હશે.
અમેરિકા, બ્રિટન અને જર્મનીનુ માનવુ છે કે, ચીને જો પારદર્શિતા રાખી હોત અને શરુઆતમાં તેની જાણકારી દુનિયાને આપી હોત તો આટલા લોકોના જીવ ના ગયા હોત અને ઈકોનોમીને આ હદે નુકસાન ના થયુ હોત.ટ્રમ્પે કહ્યુ હતુ કે, જર્મની વળતર માંગી રહ્યુ છે અને અમે પણ આ બાબતે વિચારી રહ્યા છે.
અમેરિકા તો જર્મની કરતા વધારે મોટી રકમની વાત વિચારી રહ્યુ છે. જે હજી નક્કી નથી પણ એ બહુ મોટી રકમ હશે. ટ્રમ્પે કહ્યુ હતુ કે, વાયરસે અમેરિકાને જ નહી આખી દુનિયાને બહુ મોટુ નુકસાન કર્યુ છે. ચીનને જવાબદાર ઠેરવવા માટે એક કરતા વધારે રસ્તા છે. અમેરિકા આ સબંધમાં ગંભીરતાથી તપાસ કરી રહ્યુ છે અને ચીનથી ખુશ નથી.