એર ઈન્ડિયાના પાંચ પાયલટ કોરોના નેગેટિવ છે. આ પુષ્ટી ફરી કરાયેલા ટેસ્ટ બાદ કરાઈ છે. એક ટેક્નીશિયન અને એક ડ્રાઈવર સાથે આ પાંચ પાયલટનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમની ટેસ્ટ કીટ ખરાબ હતી.

આ જ કારણે તેમનો રિપોર્ટ ખોટો આવ્યો હતો. જો કે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તો બીજી બાજુ ટેક્નીશિયન અને એક ડ્રાઈવર અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. તાજેતરમાં જ આ પાયલટ કાર્ગો ફ્લાઈટ્સ લઈને ચીન ગયા હતા.

એર ઈન્ડિયા લોકડાઉન બાદથી ઘણા દેશ માટે કોર્ગો ઉડાનનું સંચાલન કરી રહી છે. સાથે જ મેડિકલ વસ્તુઓની આપૂર્તિ માટે 18 એપ્રિલે દિલ્હીથી ગ્વાંગ્ઝો માટે બોંઈગ 787એ ઉડાન ભરી હતી. એરલાઈને શંઘાઈ અને હોંગકોંગ માટે પણ મેડિકલ કાર્ગો ઉડાન સંચાલિત કરી હતી. એરલાઈન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પાંચ પાયલટે 20 એપ્રિલ બાદ કોઈ ઉડાન ભરી ન હતી.

ગત શનિવારે એરલાઈનના 77 પાયલટનો કોરોના ટેસ્ટ થયો હતો. ત્યારે તેમાંથી પાંચ પાયલટનું રિલ્ઝટ પોઝિટિવ આવ્યું હતું. એ વખતે એ પાયલટના અંગત વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી અને મુંબઈમાં હોમ ક્વૉરન્ટીન છે. આ તમામ પાયલટ બોંઈગ 787 ડ્રીમલાઈર્સ એરક્રાફ્ટ ઉડાવે છે. તેમને વંદે ભારત મિશન હેઠળ અલગ અલગ દેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે તહેનાત કરવાના હતા. તેમના પહેલા પણ ટેસ્ટ કરાયા હતા.