કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 26,506 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોનાથી 475 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 7,93,802 પર પહોંચ્યો છે.
જેમાંથી 2,76,685 એક્ટિવ કેસ છે જ્યારે 4,95,513 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાથી કુલ 21,604 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઝેલી રહેલા રાજ્યોમાં પહેલા નંબરે મહારાષ્ટ્ર ત્યારબાદ તામિલનાડુ, દિલ્હી અને ગુજરાત છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસનો આંકડો 230599 પર પહોંચ્યો છે જ્યારે 9667 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે તામિલનાડુમાં કોરોનાના કુલ 126581 કેસ નોંધાયા છે અને 1765 લોકોના મૃત્યુ થયા છે.
દિલ્હીમાં કોરોનાના અત્યાર સુધીમાં 107051 કેસ જોવા મળ્યા છે અને 3258 લોકોના જીવ ગયા છે. ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 861 કેસ નોંધાયા ત્યારબાદ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 39194 પર પહોંચ્યો છે. જ્યારે 2008 લોકોએ જીવ ગુમાવ્યાં છે.