કોરોના વાયરસ મહામારીને અને લોકડાઉનની માઠી અસર અનેક લોકોની આજીવિકા પર પડી છે. એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, એપ્રિલથી જુલાઈની વચ્ચે 2.67 કરોડ લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. સેન્ટર ફોર મોનટરિંગ ઈન્ડિયન ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)એ એક રિપોર્ટમાં દાવો આ વાતનો દાવો કર્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે, એપ્રિલમાં 1.77 કરોડ લોકો બેકાર થયા હતા. ત્યારબાદ મે માસમાં એક લાખ અને જૂનમાં 39 લાખ ત્યારબાદ જુલાઈમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.
સીએમઆઈઈએ જણાવ્યું છે કે, ફરજનિષ્ઠ લોકોની નોકરીઓ સરળતાથી જતી નથી પરંતુ જો એક વખત નોકરી ગુમાવે છે તો ફરીથી નોકરી મેળવવામાં મુશ્કલી પડે છે. તેથી મોટી સંખ્યામાં નોકરીઓ જવી એ ચિતાની વાત છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નાના વેપારીઓ, ફેરીયાઓ અને દિહાડી મજૂરોને અપ્રિલમાં લોડકાઉનમાં ભારે નુકસાન થયું હતું. આ 12.15 કરોડ લોકો આ ક્ષેત્રમાંથી રોજગાર મેળવી રહ્યા હતા તેમાંથી 9.15 કરોડ લોકોને ભારે નુકસાન થયું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે એક ખબરનો હવાલો આપ્યો કે છેલ્લા ચાર મહિનામાં લગભગ બે કરોડ લોકોએ નોકરીઓ ગૂમાવી છે અને હવે અર્થવ્યવસ્થાના સર્વનાશનું સત્ય દેશથી છૂપાઈ શકે નહી. તેમણે ટ્વીટ કર્યું કે, છેલ્લા ચાર મહિનામાં લગભગ બે કરોડ લોકોની નોકરી ગઈ છે અને હવે અર્થવ્યવસ્થાના સર્વનાશનું સત્ય દેશથી નહી છૂપાઈ શકે. તેમણે ટ્વીટ કર્યું, ગત ચાર મહિનામાં લગભગ બે કરોડ લોકોએ નોકરી ગુમાવી છે.
બે કરોડ પરીવારનું ભવિષ્ટ અંધકારમાં છે. ફેસબુકમાં ખોટા સમાચાર અને નફરત ફેલાવવાથી બેરોજગારી અને અર્થવ્યવસ્થાનો સર્વનાશનું સત્ય દેશથી છૂપાઈ શકે નહી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ વિષય પર દાવો કર્યો, હવે સત્ય જગજાહે છે. માત્ર એપ્રીલ-જુલાઈ 2020માં 1.90 કરોડ નોકરીધારકોની નોકરી ગઈ. એકલા જુલાઈ મહિનામાં 50 લાખ નોકરીઓ ગઈ, કૃષિ અને નિર્માણ ક્ષેત્રમાં 41 લાખ લોકોની નોકરી ગઈ. ભાજપે દેશની રોજીરોટી પર ગ્રહણ લગાવ્યું છે.