(GettyImages)

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એમ આરોગ્ય અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.
એક સહયોગીનો કોરોના રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા બાદ એન્ટિ જેન અને RT-PCR પ્રોસેસ માટે કેશુભાઇ પટેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો નિયતી લાખાણીએ જણાવ્યું હતું કે કેશુભાઇ પટેલનો એન્ટિજેન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે RT-PCRનો રિપોર્ટ હજુ આવ્યો નથી. કેશુભાઇ પટેલના પરિવારે જણાવ્યું હતું કે તેઓ ગાંધીનગર હોમ આઇસોલેશનમાં છે. કેશુભાઇ પટેલની ઉંમર 92 વર્ષ છે. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લાં કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી.