કોરોના મહામારી વચ્ચે 13 ઓક્ટોબરથી દિલ્હીનું સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર ભક્તો માટે ફરી ખોલવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન સાથે જ મંદિરમાં સીમિત સંખ્યામાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં મ્યૂઝિક ફાઉન્ટન ખુલ્લો રહેશે, જ્યારે એક્ઝિબિશન હોલ બંધ રહેશે. બંધ સ્થાનોમાં 200 વ્યક્તિની ક્ષમતાવાળી જગ્યાએ વધુમાં વધુ 50 ટકાને મંજૂરી મળશે.
મંદિરમાં પ્રવેશતાં પહેલા લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. મંદિરમાં પ્રવેશ કરતાં લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. આ સાથે જ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરવો પડશે. અક્ષરધામ મંદિરને ગુલાબી, સફેદ આરસ અને બલુઆ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર બનાવવામાં સ્ટીલ, લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.