(Photo by ARUN SANKAR/AFP via Getty Images)

ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 66 લાખના આંકને પાર કરી ગઈ છે, જ્યારે આશરે 55.86 લાખ લોકો આ મહામારીથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 84.34 ટકા રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવાર સવારના આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર એક દિવસમાં 74,442 નવા કેસ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યાં વધીને 66,23,815 થઈ છે. આ મહામારીનો મૃત્યુઆંક પણ વધીને 1,02,685 થયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 903 લોકોના મોત થયા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 9.34 લાખ છે, જે કુલ કેસના આશરે 14.11 ટકા થાય છે. દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા સાત ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 40 લાખના આંકને વટાવી ગઈ હતી. 16 સપ્ટેમ્બર સુધીમાં કુલ કેસની સંખ્યા 50 લાખ અને 28 સપ્ટેમ્બરે 60 લાખને વટાવી ગઈ હતી.