હોંગકોંગે મુંબઈથી ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પર 10 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો છે. આ સપ્તાહના પ્રારંભમાં એર ઇન્ડિયાની ફ્લાઇટના કેટલાંક પેસેન્જરના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે, એમ બુધવારે સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.
હોંગકોંગની સરકાર એર ઇન્ડિયાની ફ્લાઇટ પર અત્યાર સુધી ચાર વખત પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ 20 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 18 ઓગસ્ટથી 31 ઓગસ્ટ તથા 17 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન દિલ્હી હોંગકોંગ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.