પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીની વચ્ચે ભારતમાં શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટના સસ્પેન્શનને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે, જોકે કિસ્સાવાર ધોરણે સક્ષમ ઓથોરિટી પસંદગીના રૂટ પર ઇન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફ્લાઇટને મંજૂરી આપી શકે છે, એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) ને બુધવારે જણાવ્યું હતું.

ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ એક પરિપત્ર જારી કરીને આ નિર્ણય કર્યો છે. કોરોના મહામારીને પગલે ભારતમાં શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર સર્વિસિસ 23 માર્ચથી બંધ છે. જોકે મે મહિનાથી વંદે ભારત મિશન હેઠળ સ્પેશ્યલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ છે. જુલાઈથી એર બબલ સમજૂતી હેઠળ પણ વિશેષ ફ્લાઇટ ચાલે છે.

ભારતે અમેરિકા, બ્રિટન, યુએઇ, કેન્યા, ભુતાન અને ફ્રાન્સ સહિતના આશરે 18 દેશો સાથે એર બબલ સમજૂતી કરેલી છે. આ સમજૂતી હેઠળ બંને દેશો સ્પેશ્યલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચલાવી શકે છે. DGCAએ સ્પષ્ટતા કરી છે. ઇન્ટરનેશનલ ઓલ-કાર્ગો ઓપરેશન અને તેની મંજુરી આપેલી વિશેષ ફ્લાઇટને આ સસ્પેન્શનથી અસર થશે નહીં. કોરોના મહામારીને પગલે આશરે બે મહિના બાદ 25મેએ ભારતમાં શિડ્યુલ્ડ ડોમેસ્ટિક પેસેન્જર ફ્લાઇટ ફરી ચાલુ થઈ હતી.