અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ચૂંટણીની વિશ્વસનીયતા અંગે ફરી આશંકા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસ પછી પણ લાંબી મતગણતરી ખતરનાક બાબત છે અને તેમના વકીલો પણ સામેલ થઈ શકે છે.
મંગળવારે ચૂંટણી યોજાવાની છે ત્યારે ઓપિયન પોલમાં જો બિડેનથીથી પાછળ રહેલા ટ્રમ્પે સમર્થન માટે બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં ચૂંટણીસભા કરી હતી. અમેરિકામાં આશરે 60 મિલિયન લોકોએ મેઇલ-ઇન બેલેટ કર્યું છે. કેટલાંક રાજ્યોમાં આ મતની ગણતરી કરતાં ઘણા દિવસો કે સપ્તાહો લાગી શકે છે. આનો અર્થ એવો થાય છે કે મંગળવારે રાત્રે ચૂંટણી બાદ વિજેતાના નામની કદાચ જાહેરાત થઈ શકશે નહીં.
નોર્થ કેરોલિનામાં ચૂંટણીસભા પહેલા ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે ચૂંટણી પછી લાંબો સમય રાહ જોવી પડે તે યોગ્ય લાગતું નથી. ટ્રમ્પે અગાઉ પણ કોઇ પુરાવા વગર વારંવાર કહ્યું છે કે મેઇલ-ઇન વોટમાં ગેરરીતિ થઈ શકે છે. કોરોના મહામારીને કારણે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકો મેઇલ-ઇન વોટિંગ કરી રહ્યા છે, જ્યારે ટ્રમ્પ અને રિપબ્લિકન્સ ચૂંટણીના દિવસે રૂબરુ વોટિંગ પણ આધાર રાખવી રહ્યાં છે.