‘’યુરોપિયન યુનિયનના નિષ્ણાતો માને છે કે કોરોનાવાયરસ સામેની હાલની રસીઓ બ્રિટનમાં ઓળખાયેલા અને ઝડપથી ફેલાતા વાયરસ સામે અસરકારક છે. અમે અત્યાર સુધી જેટલું જાણીએ છીએ તે મુજબ વાયરસનો નવો પ્રકાર રસી ઉપર કોઈ કરતો નથી અને રસી ખૂબ જ અસરકારક રહે છે’’ એમ જર્મનીના આરોગ્ય પ્રધાને જેન્સ સ્પાને રવિવારે જણાવ્યું હતું. ઇયુનું રાષ્ટ્રપતિ પદ સંભાળનાર જર્મનીએ નવા ખતરા અંગે બ્લૉકના પ્રતિસાદ અંગે ચર્ચા કરવા નિષ્ણાતોની સોમવારે બેઠકનું આયોજન કર્યું છે.
બ્રિટનમાં વાયરસનું નવું વેરિએન્ટ કોરોનાવાયરસનું બેહદ ટ્રાન્સમિશન ચલાવી રહ્યુ છે. આ નવા પરિવર્તનને પરિણામે નવેમ્બરના મધ્યમાં લંડનમાં, 28% કેસો હતા, પરંતુ હવે તે વધીને 60% કરતા વધારે થઈ ગયા છે. આના કારણે બીજા લોકડાઉન દરમિયાન, લંડનમાં કેસોમાં વધારો થવા લાગ્યો હતો.
જેન્સ સ્પાને ખાસ કરીને ફાઇઝર-બાયોએનટેક રસીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેને યુ.એસ. અને યુકે પછી ટૂંક સમયમાં જ યુરોપિયન મેડીસીન એજન્સીની મંજૂરી મળવાની છે. યુરોપિયન યુનિયનના અસંખ્ય દેશોએ વાયરસનો નવો પ્રકાર બહાર આવતા બ્રિટનની હવાઇ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે ફ્રાન્સે કહ્યું છે કે તે યુકેથી આવતા લોકો અને તમામ માલસામાનને જે તે એકલા નહિં હોય તો અટકાવશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝે જણાવ્યું હતું કે ડેનમાર્કમાં નવ, નેધરલેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં એક કેસ મળી આવ્યો છે. ઇટાલીમાં બ્રિટનથી પરત ફરેલા એક વ્યક્તિમાં તેમને એક કેસ મળી આવ્યો છે.