Liz Truss was elected as the new Prime Minister of the UK
REUTERS/Pedja Stanisic

મિનીસ્ટર ફોર વિમેન એન્ડ ઇક્વાલીટી, લિઝ ટ્રસે, યુકેના લોકોને અસર કરતી અસમાનતાને નાબૂદ કરવા ગુરુવારે તા. 17 ડિસેમ્બરના રોજ યુકેમાં અસમાનતાને પહોંચી વળવા માટે સરકારના નવા અભિગમને નિર્ધારિત કર્યો હતો.

મિનીસ્ટ્રી ફોર વિમેન એન્ડ ઇક્વાલીટી વિભાગ વ્હાઇટહોલમાં બીજા ક્રમનો જેન્ડર પે ગેપ ધરાવે છે. ડીપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડમાં મહિલાઓ તેમના પૂરૂષ સાથીઓ કરતાં 15.9 ટકા ઓછુ કમાય છે. ગયા વર્ષે સરેરાશ પગારનું અંતર વધ્યું હતું. ત્યારે મહિલાઓને 12.5 ટકા ઓછું વેતન મળતું હતું. વ્હાઇટહોલના મુખ્યા 17 વિભાગમાંના સાતમાં પગારનો તફાવત વધ્યો છે. ટ્રેઝરીમાં સૌથી ખરાબ હાલત છે અને સરેરાશ પુરુષો કરતાં મહિલાઓ 16.8 ટકા ઓછી કમાણી કરતી હતી.

ભૌગોલિક અસમાનતાને નિવારવા અને સામાજિક ગતિશીલતાના અવરોધોને તોડવા માટેના નવા પુરાવા આધારિત અભિગમ અંગે લિઝ ટ્રસે સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝમાં ‘ધ ન્યૂ ફાઇટ ફોર ફેરનેસ’ વિષે પ્રવચન આપ્યું હતું. તેઓ આ દેશમાં સમાનતાની આસપાસની ચર્ચા સાથે હાલની સમસ્યા પણ રજૂ કરનાર છે.

આ ભાષણ, સરકારની સમાનતા નીતિ માટેના એક નવા અભિગમને ચિહ્નિત કરે છે, જેમાં વ્યક્તિગત માન અને પ્રતિષ્ઠા સરકારના હૃદયમાં છે. મિનીસ્ટર પોતાના ભાષણમાં સમાનતા અંગેના ડેટા પ્રોગ્રામની પણ શરૂઆત કરશે, જે મોટા પાયે પ્રોજેક્ટના ડેટાને એકત્ર કરશે જેથી યુકેમાં દરેક બેકગ્રાઉન્ડના લોકો જે સામનો કરી રહ્યા છે તે અવરોધોને સારી રીતે સમજી શકાય.

ભૌગોલિક અને સામાજિક પૃષ્ઠભૂમિ જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈને, ડેટા પ્રોગ્રામ સમાનતા અંગેના પુરાવા સુધારવા અને મહત્વાકાંક્ષાઓને સમર્થન આપવા માટે ઢંઢેરાની પ્રતિબદ્ધતા આપશે. એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ સરકારમાં નીતિગત નિર્ણયોની જાણકારી આપવા માટે કરવામાં આવશે, અને ઇક્વાલીટી હબને લોકોની પ્રાથમિકતાઓને આપવાની મંજૂરી આપશે.

સમગ્ર દેશને સમાન કરવા યુકેમાંના દરેકના અવાજો સાંભળવાની સરકારની પ્રતિબદ્ધતાને વધુ દર્શાવવા માટે, ઇક્વાલીટી હબ નોર્થ ઇંગ્લેન્ડમાં સ્થાનાંતરિત થશે. હાલના ડેટા લંડન અને સાઉથ ઇસ્ટ અને યુકેના બાકીના લોકો વચ્ચે આયુષ્ય, પગાર અને જીડીપી જેવી બાબતોમાં સ્પષ્ટપણે અંતર બતાવે છે.