NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI

ભારત કોરોના વાયરસના કારણે 1.5 લાખથી વધુ લોકોના મૃત્યું પામ્યા હોય તેવો વિશ્વનો ત્રીજો દેશ બન્યો હતો. બુધવારે ભારતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 1,50,111 થયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં 264 લોકોના મોત થયા હતા અને કોરોનાના નવા 18,088 કેસ નોંધાયા હતા. તેનાથી કુલ કેસની સંખ્યા 1,03,74,932 થઈ હતી. આની સામે 99.97 લાખ લોકો અત્યાર સુધી રિકવર થયા હતા.

ભારતમાં કોરોનાનો મૃત્યુઆંકને 1.25 લાખથી 1.50 સુધી પહોંચતા 60 દિવસનો સમય લાગ્યો હતો. દેશમાં સૌથી પહેલા 25,000 મૃત્યું થતા 126 દિવસ થયા હતા. સપ્ટેમ્બરમાં મહામારીના કારણે 22 દિવસમાં 25,000 લોકોના મોત થયા હતા.

કોરોના વાયરસના કારણે સૌથી વધુ મૃત્યું પામનારા દેશોમાં ભારત ત્રીજા નંબર છે. જેમાં સૌથી પહેલા અમેરિકા (3.6 લાખ લોકોના મૃત્યુ) અને બીજા નંબરે બ્રાઝિલ (2 લાખ જેટલા મોત) આવે છે, આ પછી ત્રીજા નંબર પર ભારત છે પરંતુ દેશમાં વસ્તીના પ્રમાણમાં મૃત્યુઆંક ઘણો ઓછો છે. ભારતમાં 10 લાખની વસ્તી સામે 108 લોકોના મોત થયા છે, જે 20 સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતા દેશોમાં ઈન્ડોનેશિયા (84) પછી બીજા નંબરે આવે છે. જ્યારે અમેરિકા અને યુકેમાં આ આંકડો બહુ જ વિશાળ છે અમેરિકામાં 10,00,000ની વસ્તી સામે 1,093 અને યુકેમાં 1,121 વસ્તી છે.