અમેરિકામાં કેપિટોલ પોલીસના કાર્યકારી વડાં ગુરુવારે એવા સંકેત આપ્યા છે કે, જાન્યુઆરીમાં યુએસ કેપિટોલ પર જીવલેણ હુમલો કરનાર ટ્રમ્પના સમર્થકો કેપિટોલ બિલ્ડિંગને સળગાવવા અને કોંગ્રેસના સભ્યોની હત્યા કરવાનું ઇચ્છે છે. આ ચેતવણીમાં જણાવ્યું છે કે, કટ્ટરવાદીઓ પ્રેસિડેન્ટ જો બાઇડેનના સંબોધન દરમિયાન આ બિલ્ડિંગને નિશાન બનાવી શકે છે, પોલીસ વડાં યોગાનંદા પિટ્ટમેને લોમેકર્સને જણાવ્યું હતું કે, તેઓ આ બિલ્ડિંગની આસપાસ ઉચ્ચ સુરક્ષાની સતત માગણી કરી રહ્યા છે. પિટ્ટમેને હાઉસ એપ્રોપ્રિએશન્સ કમિટીના સભ્યોને જણાવ્યું હતું કે, મિલિટીયા ગ્રૂપ્સના સભ્યો 6 જાન્યુઆરીના રોજ તે ઘટનામાં હાજર હતા અને તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તેમને કેપિટોલ બિલ્ડિંગને સળગાવવું છે યુનિયનના સ્ટેટ સાથે સીધી સાંઠગાંઠથી શક્ય હોય તેટલા વધુ સભ્યોની હત્યા કરવી છે.
તેમણે કહ્યું, ‘જ્યાં સુધી આપણે તે નબળાઇઓને આગળ નહીં કરીએ ત્યાં સુધી, અમને લાગે છે કે, કેપીટોલ પોલીસ તેની મજબૂત સુરક્ષા વ્યવસ્થા સાવધાનીપૂર્વક જાળવી રાખે.’ કોંગ્રેસમાં પ્રેસિડેન્ટ બાઇડેનના સંબોધનની તારીખ હજુ જાહેર નથી થઇ, જે સામાન્ય રીતે વર્ષની શરૂઆતમાં હોય છે.
કેપિટોલ પર 6 જાન્યુઆરીએ થયેલા જીવલેણ હુમલા પછી વોશિંગ્ટનમાં અભૂતપૂર્વ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા જેમાં રેઝર વાયરની ફેન્સિંગ, અને દરેક ચેક પોઇન્ટ્સ પર નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. અંદાજે પાંચ હજાર સૈનિકો મધ્ય માર્ચ મહિનામાં ત્યાં રહે તેવી શક્યતા છે.
આ હિંસામાં કેપિટોલ પોલીસ ઓફિસર સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 200 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં કેટલાક દૂરના ઓથ કીપર્સ અને પ્રાઉડ બોય્ઝ જેવા જમણેરી ગ્રૂપ્સ સાથે સંબંધો ધરાવે છે.