ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાઇડુએ ચેન્નાઇમાં સરકારી મેડિકલ કોલેજમાં વેક્સિન લીધી હતી. (PTI Photo)

ભારતમાં કોરોના વેક્સીનના બીજા તબક્કાનો પહેલી માર્ચે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સીન લીધા બાદ વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ રસી લીધી હતી. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેન્કૈયા નાયડુએ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મેદાંતા હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી

આ ઉપરાંત બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર, ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાયક, મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવાર, કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને કેન્દ્રીય પ્રધાન ડો જિતેન્દ્ર સિંહે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પટણા ઇન્દિરા ગાંધી ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કોરોના વેક્સિન સીધી હતી. (PTI Photo)

વિદેશ પ્રધાન એસ જયશંકરે વેક્સીન લીધા બાદ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પહેલી વેક્સિન લીધી છે. જે લોકો જાણવા ઈચ્છે છે તેમને જણાવવા ઈચ્છું છું કે આ કોવેક્સિન હતી. સુરક્ષિત અહેસાસ થયો, સાવધાની સાથે યાત્રા કરીશ.

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ભુવનેશ્વરમાં વેક્સીન લીધી હતી. (PTI Photo)