અમેરિકામાં ભારતીય મૂળના 31 વર્ષીય કમ્પ્યૂટર સિક્યોરિટી કન્સલ્ટન્ટ સામે એક મહિલા વિરુદ્ધ સાઇબરસ્ટોકિંગ ઝુંબેશમાં કથિત સામેલગીરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તપાસકર્તા પ્રોસેક્યુટર અને પોલીસ અધિકારી સહિતના અનેક લોકોને ધમકી આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
એક્ટિંગ યુએસ એનર્ટી જનરલ ટેસ્સા એમ ગોર્મેને જણાવ્યું હતું કે ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ સિએટલના સુમિત ગર્ગ સામે સાઇબરસ્ટોકિંગના બુધવારે સત્તાવાર આરોપ મૂક્યા હતા.
અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું હતું કે ગર્ગને ગયા સપ્તાહે ફેડરલ કસ્ટડીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને 15, માર્ચ 2021ના રોજ સીટેક ખાતેના ફેડરલ ડિટેન્શન સેન્ટરમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગર્ગને 25 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગુનાહિત ફરિયાદ અને આરોપ મુજબ ગર્ગ એક મહિલા સામે ધમકીભર્યા અને અભદ્ર મેસેજિસ અને પોસ્ટ મૂકવાની મોટી કેમ્પેઇનમાં સામેલ હતા. આ મહિલા અગાઉ ગર્ગના કઝિનના એપોર્ટમેન્ટમાં સાથે રહેતી હતી.