(Photo by Peter Summers/Getty Images)

સોમવારે રાત્રે ઇટ્સુના સ્થાપક જુલિયન મેટકાલ્ફ, રિવોલ્યુશન બાર્સના ચીફ એક્ઝિક્યુટિવ રોબ પિચર સહિત વરિષ્ઠ બિઝનેસમેનો અને કેટલાક રાજકીય નેતાઓએ વડા પ્રધાનને વિનંતી કરી હતુ કે દેશને વર્તમાન લોકડાઉનના કારણે એક દિવસમાં £500 મિલિયનથી વધુનો ખર્ચ થઇ રહ્યો છે ત્યારે લૉકડાઉન ઝડપથી હળવુ કરવામાં આવે.

ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર સર ઈયાન ડંકન સ્મિથે કહ્યું હતું કે, ‘’જરૂર કરતાં એક દિવસ પણ પ્રતિબંધો લાંબાવવા તે ‘પાગલપન’ છે. સ્પષ્ટ છે કે આ રસી કામ કરી રહી છે. આપણને ધીમું જવું પોસાતું નથી, મારી દ્રષ્ટિએ આપણે વધુ ઝડપથી આગળ વધવું જોઈએ. જરૂર કરતાં ઘણા સમય સુધી લોકડાઉન લંબાવવાથી તમામ આર્થિક લાભ ફેંકી દેવાય તેનો ભય છે.

કોવિડ રિકવરી ગ્રુપના ટોરી સાંસદ સ્ટીવ બેકરે કહ્યું હતું કે ‘’ડેટા ફરી એકવાર બતાવે છે કે સરકાર આપણી બધી અપેક્ષાઓથી આગળ સફળ થઈ રહી છે. વડા પ્રધાને લોકોને છૂટ આપવી જોઇએ. ખરેખર લોકોનો આત્મવિશ્વાસ જાળવવાનો આ એકમાત્ર રસ્તો છે.‘’