GettyImages-1227732888-scaled

પ્રિન્સ ફિલિપની અંતિમ વિધિ સેન્ટ જ્યોર્જ ચેપલ, વિન્ડસરમાં થશે. પરંતુ કોરોનાવાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને તેની ગોઠવણી કરવામાં આવી છે, એમ કૉલેજ ઑફ આર્મ્સે એક નિવેદનમાં જણાવ્યું છે.

તેમાં જણાવાયું હતું કે આ અંતિમસંસ્કાર સ્ટેટ ફ્યુનરલ હશે નહિં. જો કે ડ્યુકને “રિવાજ અને રોયલ હાઇનેસની ઇચ્છા અનુસાર અંતિમ સંસ્કાર પૂર્વે વિન્ડસર કાસલમાં રખાશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “કોવિડ-19 રોગચાળો થતાં સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને અંતિમ સંસ્કારની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે અને અફસોસ સાથે વિનંતી કરવામાં આવી છે કે જનતાએ અંતિમ સંસ્કાર સહિત કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવાનો પ્રયાસ કરવો નહિં.”

બકિંગહામ પેલેસ રોયલ વેબસાઇટ પર અંતિમવિધિ માટેની વિગતવાર ગોઠવણીની પુષ્ટિ કરશે એમ જણાવ્યું હતું.

યુકેની તમામ સરકારી ઇમારતો પર અંતિમવિધિ પછીના દિવસે સવારે 8:00 વાગ્યા સુધી ડ્યુકને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા તેમના સત્તાવાર ધ્વજ અડધી કાઠીએ લહેરાવવા કહેવામાં આવ્યું છે.