ભારતમાં નિષ્ણાતોની સમિતિએ સોમવારે રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક-Vના ઉપયોગને મંજૂરી આપી હતી. જો આ વેક્સીનને DCGI મંજૂરી આપશે તો તે ભારતની ત્રીજી વેક્સીન હશે. ભારતમાં હાલ ઓક્સફોર્ડ-એસ્ટ્રેઝેનેકાની સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદિત કોવિશીલ્ડ તથા ભારત બાાયોટેકની કોવેક્સીનનો ઉપયોગ થાય છે.
ભારતની ફાર્મા કંપની ડો રેડ્ડીઝ દ્વારા ઉત્પાદિત સ્પુટનિક વેક્સીન 91.6 ટકા અસરકારક છે. ડો રેડ્ડીઝે વેક્સીનના ઇમર્જન્સી ઉપયોગ માટે 19 ફેબ્રુઆરીએ અરજી કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પુટનિકનો ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જેના આધારે આ મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં આ વેક્સીનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. ભારતમાં આ વેક્સીન માટે હૈદરાબાદની ડો. રેડ્ડી લેબ્સની સાથે મળીને ટ્રાયલ કર્યા છે અને તેની જ સાથે ઉત્પાદન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ સુધી ભારતમાં અત્યારે 6 વેક્સિનને મંજૂરી મળી શકે છે, જેથી વધુને વધુ માત્રામાં ડોઝ તૈયાર કરવામાં આવી શકે.