ગુજરાતમાં રવિવારે કોરોનાના વધારે 14,296 કેસ નોંધાયા હતા અને 157 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. નવા કેસો સામે 6,727 દર્દીઓ સાજા થયા થયા હતા. આ મહામારીથી કુલ 6328 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 75.54 ટકા થયો હતો, એમ સરકારે રવિવારે સાંજે જારી કરેલા ડેટામાં જણાવ્યું હતું.
રાજ્યમાં એક્ટિવ કેસનો કુલ આંક વધીને 1,15,006 પર પહોંચી ગયો હતા. હાલમાં 406 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1,14,600 દર્દીઓની હાલત સ્થિર છે.
સરકારના ડેટા અનુસાર અમદાવાદમાં કોરોનાના નવા 5864 કેસ નોંધાયા હતા અને 29નાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 2,103 કેસ નોંધાયા હતા અને 27નાં મોત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં નવા 676 કેસ અને 14નાં મોત, વડોદરામાં નવા 760 કેસ અને 18નાં મોત, જામનગરમાં નવા 674 કેસ, 14નાં મોત, ભાવનગરમાં નવા 379 કેસ, 7નાં મોત, ગાંધીનગરમાં નવા 289 કેસ, 6નાં મોત, જૂનાગઢમાં નવા 251 કેસ, 4નાં મોત થયા હતા.
મહેસાણામાં 598, બનાસકાંઠામાં 282, દાહોદમાં 182 કેસ, સુરેન્દ્રનગરમાં 196, વડોદરામાં 187, કચ્છમાં 180 કેસ, સાબરકાંઠામાં 173, પાટણમાં 163, મહિસાગરમાં 156 કેસ, ખેડામાં 143, તાપીમાં 130, નવસારીમાં 121 કેસ, આણંદમાં 119, ભરૂચમાં 117, ગીર સોમનાથમાં 115 કેસ, વલસાડમાં 109, પંચમહાલમાં 87, અરવલ્લીમાં 84 કેસ, અમરેલીમાં 82, છોટાઉદેપુરમાં 60, પોરબંદરમાં 45 કેસ, મોરબીમાં 41 અને દેવભૂમિ દ્વારકામાં 39 કેસ, નર્મદામાં 32, બોટાદમાં 30 અને ડાંગમાં 16 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં રવિવારે 1,27,539 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કુલ 93, 63, 159 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 19, 32, 370 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.