પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીને પગલે ભારત સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટો પરનો પ્રતિબંધ ફરી એક વાર લંબાવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પરનો પ્રતિબંધ 31મી મે, 2021 સુધી લંભાવ્યો છે. દેશમાં કોરોના મહામારીના વધી રહેલા કેસોને ધ્યાનમા રાખતા સરકારે આ નિર્ણય લીધો છે અને DGCAએ નોટિફિકેશન જારી કર્યુ છે. સરકારે વિમાન કંપનીઓને 31મી મે સુધી ભાડાંમાં કોઇ વધારો ન કરવાનો નિર્દેશ આપ્યો છે. પહેલાની જેમ જ વિમાન કંપનીઓ પર ભાડાં સંબંધિત નિયંત્રણ લાગુ રહેશે.

DGCA એ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, તમામ ઇન્ટરનેશનલ કાર્ગો ફ્લાઇટ અને DGCA તરફથી મંજૂરી પ્રાપ્ત ફ્લાઇટ પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં. એટલે કે કાર્ગો અને અન્ય મંજૂરી મેળવેલ ફ્લાઇટ સર્વિસ પહેલાની જેમ ચાલુ રહેશે. તે ઉપરાંત વંદે ભારત મિશન અને ટ્રાવેલ બબલ વાળી તમામ શિડ્યુલ્ડ ફ્લાઇટ પહેલાની જેમ ઉડાન ભરી શકશે. અલબત્ત સંબંધિત વિભાગોની મંજૂરી બાદ કેટલાંક ઇન્ટરનેશનલ રૂટ પર ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી શકે છે.

કોરોના મહામારીને રોકવા માટે ભારત સરકારે 23 માર્ચ, 2020માં તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકયો હતો જે આજ દિન સુધી યથાવત છે. વિમાન ભાડાં ન વધારવા નિર્દેશ તાજેતરમાં કોરોન મહામારીમાં સરકારે વિમાન મુસાફરોને મોટી રાહત આપી છે. આ માહિતી સિવિલ એશિયન મંત્રાલયે આજે જારી એક આદેશમાં આપી છે. નોંધનિય છે કે, કોરોના મહામારીના લીધે પાછલા વર્ષથી જ સરકારે ભાડાની મર્યાદા નક્કી કરી છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ આવા પ્રકારનો આદેશ જારી કરાયો હતો. ભાડા ઉપરાંત ફ્લાઇટ એ 80 ટકા ક્ષમતા સાથે સંચાલન કરવુ પડશે.