તાજેતરમાં ડેબેનહામ્સ અને ડોરોથી પર્કિન્સ ખરીદનાર ઓનલાઈન ફાસ્ટ-ફેશન રિટેલર બૂહુએ કહ્યું છે કે, સાંસદોની માંગ પ્રમાણે તેની સપ્લાય ચેનને સુધારવા માટે તેની £150 મિલિયનની બોનસ યોજનાનું જોડાણ કરનાર છે.
કંપનીએ જણાવ્યું હતું કે તેનું બોર્ડ હવે તેના બોનસના 15 ટકા રકમ સુધારણા માટે જોડશે. જો વેતનમાં બદલાવ લાગુ કરવામાં નહીં આવે તો આખા એવોર્ડને છીનવી લેવાની જ્યારે રેમ્યુનરેશન કમીટીને સત્તા હશે.
ગયા વર્ષે લેસ્ટરની ફેક્ટરીઓમાં બૂહૂ માટે કપડાં પેક કરનારા કામદારોને લઘુતમ વેતનથી નીચે વેતન આપવામાં આવતું હોવાની અને અસુરક્ષિત પરિસ્થિતિમાં ફેક્ટરીઓનું સંચાલન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જે પછી બૂહૂએ એલિસન લેવિટ ક્યુસીને તપાસ સોંપતા તેમણે બૂહૂની આલોચનાત્મક સમીક્ષા કરી હતી.
રિટેલરે તે પછી તેની સપ્લાય ચેઇનમાં સુધારો લાવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે અને માર્ચમાં યુકેના કપડા સપ્લાયરોની તેની સંપૂર્ણ સૂચિ પ્રકાશિત કરી હતી.