રાયસ્લીપ, નોર્થવુડ અને પિનરના એમપી અને હિલિંગ્ડન બરોના કાઉન્સિલર ડેવિડ સીમન્ડે ઇસ્ટકોટ ખાતે આવેલા દીવોઝ એટ ધ બ્લેક હોર્સ પબની તા. 10 જૂનના રોજ મુલાકાત કરી હતી. તેઓ પબમાં ઉપસ્થિત ગ્રાહકોને મળ્યા હતા અને સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી તેનો હલ લાવવાનું વચન આપ્યું હતું. પ્રસ્તુત તસવીરમાં પબના સંચાલક ભાર્ગવ ગોર સાથે ડેવિડ સીમન્ડ નજરે પડે છે.













