Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગુજરાતના નવા મુખ્યપ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યાના ગણતરીના દિવસોમાં મુખ્યપ્રધાન કાર્યાલયમાં મોટાપાયે ઉથલપાથલ જોવા મળી હતી. સીએમઓમાં અધિક મુખ્ય સચિવ પદે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી તેમની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોશી મનોજ દાસનું સ્થાન લેશે. બીજીતરફ અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકાસિંગ અહલોકની સીએમઓમાં સચિવ પદે નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ કલેક્ટર એમ ડી મોડીયા અને અમદાવાદના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર એન એન દવેને ઓએસડી બનાવવામાં આવ્યા છે.

રૂપાણી અને મંત્રીમંડળના રાજીનામા બાદ સ્વર્ણિમ સંકુલમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી હતી. સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ પ્રધાનોના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલા સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા હતા.

વિજય રૂપાણીએ શનિવારે 11 સપ્ટેમ્બર સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ રવિવારે નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના રાજકારણમાં છેલ્લા પાંચ દિવસમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.