સાંસદોએ મોટી કંપનીઓ માટે એથનિસીટી પે ગેપ રિપોર્ટિંગને ફરજિયાત બનાવવા સરકારને હાકલ કરી છે. નિષ્ણાતોએ એમ્પલોયર્સને વિનંતી કરી છે કે તેઓ હવે ડેટા એકત્ર કરવાનું શરૂ કરે. પરંતુ નિષ્ણાતો ભારપૂર્વક ભલામણ કરે છે કે કંપનીઓ તેમના ડેટાને કાયદો બનાવાય તેની રાહ જોયા વગર આપવાનું શરૂ કરે.
20 સપ્ટેમ્બરે એક સંસદીય ચર્ચામાં, સરકારને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મોટા સંગઠનો માટે એથનિસીટી પે ગેપની જાણ કરવાનું ફરજિયાત કરવામાં નહિં આવે ત્યાં સુધી બિઝનેસીસ પગારના તફાવતને બંધ કરવા માટે જરૂરી પ્રગતિ કરવા માટે સંઘર્ષ કરશે.
લેબર સાંસદ અને વિમેન એન્ડ ઇક્વાલીટી કમિટીના અધ્યક્ષ કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે એથનિસીટી પે ગેપ રિપોર્ટિંગ માટે બિઝનેસીસ ઉદ્યોગો “રડતા” હતા. “તેઓ ઇચ્છે છે કે તેનું પાલન ફરજિયાત ધોરણે કરવામાં આવે.”
CIPDએ 2023 સુધીમાં ફરજિયાત એથનિસીટી પે ગેપ રિપોર્ટિંગ માટે કહ્યુ છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે છેલ્લા વર્ષમાં શ્વેત સમકક્ષો કરતાં વંશીય લઘુમતી કામદારોની બેરોજગારી ત્રણ ગણી ઝડપથી વધી છે.