UK economy avoids recession: 0.1 percent growth in Q4
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના કારણે 2020-21 દરમિયાન ઈકોનોમીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો પણ હવે તેમાં ઝડપથી રિકવરી આવી છે. આ અંગેના સંકેત આપતા IMFના અંદાજમાં મળે છે. IMFના તાજેતરના અંદાજ પ્રમાણે 2021માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 9.5 ટકા અને 2022માં 8.5 ટકા રહેશે. ઉપરાંત ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હશે.

આઇએમએફના અંદાજ મુજબ 2021માં સમગ્ર દુનિયાનો ગ્રોથ રેટ 5.9 ટકા અને 2022માં 4. 9 ટકા રહી શકે છે. દુનિયાની સૌથી મોટી ઈકોનોમી અમેરિકાનો ગ્રોથ રેટ આ વર્ષે 6 ટકા અને આગામી વર્ષે 5.2 ટકા રહેવાનો અંદાજ છે. ચીનની ઈકોનોમી 2021માં 8 ટકાના અને 2022માં 5.6 ટકાના દરે વધશે. જ્યારે બ્રિટન આ વર્ષે 6.8 ટકાના ગ્રોથ રેટ સાથે બીજા ક્રમે, 6.5 ટકાના રેટ સાથે ફ્રાન્સ ત્રીજા ક્રમે અને 6 ટકાના ગ્રોથ રેટ સાથે એ પછીના સ્થાને રહેશે.
IMFના મુખ્ય ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથનુ કહેવુ છે, કોરોનાના રસીકરણના મોરચે ભારતનો દેખાવ સારો છે અને તેના કારણે ઈકોનોમીને મદદ મળી રહી છે. ભારત માટે અમે જે અંદાજ મુક્યો છે તેમાં કોઈ બદલાવ નથી.