યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન, બોરીસ જોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દિવાળીના વાઇબ્રન્ટ હિન્દુ તહેવાર અને હિન્દુ નવા વર્ષની ઉજવણી કરવા રવિવાર 7 નવેમ્બર 2021ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે જઇ પહોંચ્યા હતા અને ઉપાસકો અને સ્થાનિક સમુદાયના સભ્યો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
‘નીસડન ટેમ્પલ’ તરીકે પ્રખ્યાત રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનની વડાપ્રધાનની આ પાંચમી મુલાકાત હતી. મંદિર સંકુલની મુલાકાત પહેલાં તેમનું સ્વાગત અને સદ્ભાવનાના શુભ ચિહ્નો સાથે પરંપરાગત હિન્દુ રીતરીવાજ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલનું આ અગાઉ મંદિરમાં આગમન થતાં તેમનું પણ તે જ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંદિરના ગર્ભગૃહમાં ફળો અર્પણ કરવા તેઓ વડા પ્રધાન સાથે જોડાયા હતા અને શાંતિ અને જટિલ સ્થાપત્યનો આનંદ મેળવવા માટે ઘણી મિનિટો ગાળી હતી. અહીં, તેમણે અન્નકુટના દર્શન પણ કર્યા હતા. ત્યારબાદ તેમણે ભગવાન સ્વામિનારાયણના યુવા સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણીનો અભિષેક કર્યો હતો.
ત્યાર પછી, આંતરરાષ્ટ્રીય હિન્દુ ફેલોશિપ, BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના આધ્યાત્મિક નેતા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત નિસડન મંદિરના રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રાહત પ્રયત્નોનો સારાંશ આપતા પ્રદર્શનને પ્રતિષ્ઠિત મહેમાનોએ જોયું હતું. વૈશ્વિક હિંદુ નેતા અને પૂજ્ય મહંત સ્વામી મહારાજે માર્ચ 2020માં તમામ BAPS સ્વયંસેવકોને સ્થાનિક સમુદાયોમાં વૃદ્ધો, જરૂરિયાતમંદ અને નબળા લોકોની સેવા કરવા અને રોગચાળા દરમિયાન દરેક વ્યક્તિ માહિતગાર, સુરક્ષિત અને સહાયક રહે તેની ખાતરી કરવા માટે એક કૉલ જારી કર્યો હતો.
બન્ને અગ્રણીઓ તે પછી કેટલાક સ્વયંસેવકોને મળ્યા હતા જેમાં રાષ્ટ્રને સુરક્ષિત અને હરતુ ફરતું રાખનારા કીવર્કર્સ, નબળા લોકોને ખોરાક પહોંચાડનારા પુરૂષો અને મહિલાઓ અને ઑનલાઇન સેવાઓ દ્વારા સમુદાયોને કનેક્ટ અને માહિતગાર રાખતી ટીમનો સમાવેશ થાય છે.
મુલાકાતે પધારેલા શ્રી જૉન્સને કહ્યું હતું કે “પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે યુનાઇટેડ કિંગડમમાં જે યોગદાન આપ્યું છે તે અમૂલ્ય છે. હું તેને આજે અહીં નીસડેન મંદિરમાં જોઉં છું. હું અહીં ઘણી વખત આવ્યો છું, પરંતુ મને નથી લાગતું કે હું ક્યારેય એવા સમયે અહીં આવ્યો હોઉં જ્યારે નીસ્ડન મંદિર સમગ્ર લંડન સમુદાયના જીવનમાં એટલું કેન્દ્રસ્થાને રહ્યું હોય. યુકેમાં હિન્દુ સમુદાયના દરેકને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ.’’
શ્રીમતી પ્રીતિ પટેલે ઉમેર્યું હતું કે “અમે આજે અહીં આવીને આનંદ અનુભવીએ છીએ કારણ કે આ દિવાળીનું અઠવાડિયું છે. વડાપ્રધાન અને હું ધાર્મિક સમારંભોમાં જોડાઈએ છીએ અને અભિષેકમાં ભાગ લીધો હતો. મંદિર સ્થાનિક સમુદાયની દરેક પ્રવૃત્તિમાં મોખરે રહ્યું છે, રોગચાળા દરમિયાન રાષ્ટ્રીય કટોકટીના સમયે પણ મંદિર અગ્રેસર રહ્યું છે.”
મંદિરના ટ્રસ્ટી સંજય કારાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન અને હોમ સેક્રેટરી બ્રિટિશ હિંદુઓના સ્થાનિક સમુદાય સાથે નીસડન મંદિરમાં દિવાળીની ઉજવણી કરવા માટે જોડાયા તે સન્માનની વાત હતી. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ જનતાની યોગ્ય રીતે સેવા કરી શકે અને અમારા મહાન રાષ્ટ્રના સમર્થનમાં તેમની સાથે કામ કરવા અમે આતુર છીએ.”