કીવમાં રશિયાએ ટીવી ટાવર પર હુમલો કર્ય હતો. REUTERS/Carlos Barria

યુક્રેન યુદ્ધ અંગે પોતાની તરફેણમાં રિપોર્ટિંગ ન કરતાં મીડિયા અને વ્યક્તિઓ સામેની મોટી કાર્યવાહીમાં રશિયાએ ફેસબૂક અને ટ્વીટરને બ્લોક કરી દીધા છે. રશિયા પોતે જેને ફેક ન્યૂઝ ગણે છે તેવા ન્યૂઝના ઇરાદાપૂર્વકના ફેલાવાને ગુનાહિત કૃત્ય ગણવા માટેના એક બિલને પણ હવે કાયદો બનાવવામાં આવ્યો છે.

ચીને અગાઉ બીબીસી, અમેરિકાની સરકારનું ફંડ મેળવતા વોઇસ ઓફ અમેરિકા અને રેડિયો ફ્રી યુરોપ-રેડિયો લિબર્ટી, જર્મનીની ટીવી ચેનલ ડોઇચ્ચે વેલ અને લાટવિયા સ્થિત વેબસાઇટ મેડુઝાને બ્લોક કર્યા હતા. સરકારે યુક્રેન પરના આક્રમણ અંગે દેશના દર્શકોને મળતી માહિતી અંગે પણ આકરા નિયંત્રણો મૂકવાની હિલચાલ કરી છે. રશિયાના આવા આકરા પગલાના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી મીડિયાએ પણ રશિયામાં પોતાની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે. સીએનએનએ જણાવ્યું હતું કે તે રશિયામાં પ્રસારણ બંધ કરશે, જ્યારે બ્લૂમબર્ગ અને બીબીસીએ જણાવ્યું હતું કે તે રશિયામાં તેમના પત્રકારોની કામગીરીને હંગામી ધોરણે બંધ કરશે.