વેકફિલ્ડના કન્ઝર્વેટિવ સાંસદ ઈમરાન અહમદ ખાનને એપ્રિલમાં 2008માં 15 વર્ષના કિશોરવયના છોકરા પર એક પાર્ટીમાં જાતીય હુમલો કરવા બદલ સધર્ક ક્રાઉન કોર્ટે 18 મહિનાની જેલની સજા ફટકારી હતી. ગયા મહિને 48 વર્ષના ઇમરાન અહમદ ખાનને આ માટે દોષીત ઠેરવવામાં આવ્યો હતો.

ખાનની કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી હતી અને બાદમાં તેઓ સાંસદ પદેથી ખસી ગયા હતા.  જજ જેરેમી બેકરે કહ્યું હતું કે ‘’તેઓ સ્વીકારતા નથી કે તેમણે જે કર્યું છે તેના માટે તેમને કોઈપણ પસ્તાવો છે.’’ પીડિત કિશોર ખાનની ક્રિયાઓથી “ગહન મનોવૈજ્ઞાનિક રીતે પ્રભાવિત” થયો હતો.

ટ્રાયલ જ્યુરીએ સાંભળ્યું હતું કે તેણે સ્ટેફર્ડશાયરની એક પાર્ટીમાં છોકરાને જિન પીવા માટે દબાણ કર્યું હતું, પછી તેને ઉપરના માળે ખેંચી ગયો હતો અને તેના પર હુમલો કરતા પહેલા તેને પોર્નોગ્રાફી જોવાનું કહ્યું હતું. પીડિત, જે હવે 29 વર્ષનો છે, તેણે કોર્ટને કહ્યું કે ખાને તેના પગને સ્પર્શ કર્યા પછી તે “ભયભીત, સંવેદનશીલ, સુન્ન, આઘાત અને આશ્ચર્ય” અનુભવતો હતો.

કોર્ટને કહેવાયું હતું કે તે સમયે પોલીસ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી કારણ કે યુવક ઔપચારિક ફરિયાદ કરવા માંગતો ન હતો.

ઇમરાન અહમદ ખાન તેની સજા દરમિયાન નિરાશ રહ્યો હતો. 90-મિનિટની સુનાવણી દરમિયાન પીડિત યુવાન સાર્વજનિક ગેલેરીમાં બેઠો હતો.

કોર્ટમાં ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટ વાંચતા, પીડિત કિશોરે કહ્યું હતુ કે “મન આત્મહત્યાના વિચારો આવ્યા હતા અને હુમલાને કારણે તેના સંબંધમાં અને કામ પર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ હુમલાને કારણે, મારા કિશોરવયના વર્ષો દરમિયાન મને કોઈપણ રીતે સ્પર્શ કરવામાં મુશ્કેલી અનુભવાઈ હતી.”

આ મહિનાની શરૂઆતમાં, ખાને ઔપચારિક રીતે તેની સજા સામે અપીલ દાખલ કરી હતી.

વેકફિલ્ડના નવા સાંસદની પસંદગી માટે 23 જૂને પેટાચૂંટણી યોજાવાની છે.