ગુરુવારે સાંજે વિન્ડસર કાસલ ખાતે યોજાયેલા બીકન લાઇટિંગ સમારોહનો પ્રારંભ કરવા માટે મહારાણી એ પ્રતીકાત્મક રીતે પૃથ્વિના ગોળાને સ્પર્શ કર્યો હતો. રાજ્યના વડાએ ગ્લોબને પ્રકાશિત કર્યા બાદ વિન્ડસર કાસલના ઘરથી બકિંગહામ પેલેસમાં લાઇટની ચેઇન મોકલી હતી. જ્યાં પ્રિન્સ વિલિયમે ટ્રીઝ ઓફ ટ્રીઝના સ્કલ્પચરને નિહાળ્યું હતું અને તે લાઇટોથી ઝઘમઘી ઉઠ્યું હતું. રાણીની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે સમગ્ર યુકે અને કોમનવેલ્થમાં હજારો બીકન્સ પ્રગટાવાયા હતા.
બ્રિટનના સૌથી ઊંચા પર્વત બેન નેવિસથી લઇને – એડિનબરા કાસલ સુધીના સીમાચિહ્નો પર બિકન્સ પ્રગટાવાયા હતા. વેલ્સમાં કાર્ડિફ બે ખાતેના પિયરહેડ બિલ્ડિંગની બહાર બિકન પ્રગટાવવામાં આવી હતી, જ્યાં સાંજની ઉજવણી વખતે આતશબાજી કરવામાં આવી હતી. વેલ્સમાં, ફ્લિન્ટશાયરના બેગિલટમાં ડ્રેગન આકારની એક સ્ટ્રાઇકિંગ બીકન પ્રગટાવવામાં આવી હતી
નોર્ધર્ન આયર્લૅન્ડમાં, એનિસ્કિલન કાસલ ખાતે 13 બીકન્સ પ્રગટાવાયા હતા આને આખી ઇમારત જાંબલી રંગથી પ્રકાશિત કરાઇ હતી અને આકાશમાં પ્રકાશના બે તેજપૂંજ છોડાયા હતા.