Be careful… don't be a victim of theft somewhere
(Image: Leicestershire Police)

લેસ્ટરના બેલગ્રેવની વેન્ડ સ્ટ્રીટ વિસ્તારમાંથી ગત 19 મેની સાંજે લગભગ 6 વાગ્યે એક સાઇકલ સવાર દ્વારા મહિલાના ગળામાંથી લૂંટવામાં આવેલ સોનાના મંગળસુત્રની તસવીરો બહાર પાડી અંગે પોલીસે લોકોની મદદ માંગી છે.

40ના દાયકાની એક મહિલાએ જણાવ્યું હતું કે સાયકલ સવાર તેના ગળામાં પહેરેલ સોનાનું મંગળસુત્ર છીનવી ભાગી ગયો હતો. શંકાસ્પદ યુવાન પુશબાઈક છોડી ગયો હતો. પોલીસે તપાસમાં મદદ કરે તેવી માહિતી આપનાર લોકોને માહિતી આપવા અપીલ કરી છે અને તસવીરમાં જણાતો નેકલેસ વેચવા આવનાર અંગે રેફરન્સ 22*286544 ટાંકીને લેસ્ટરશાયર પોલીસને 101 પર માહિતી આપવા અપીલ કરી છે.