Genesis Group founder Sir Ashok Rabheru passes away

ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડ માટે કરેલ સેવાઓની માન્યતા માટે ચેરિટી સમર્થક અને IT ચીફ, અશોક જે. રાભેરૂને 2022ના ક્વીનના બર્થડે ઓનર્સ લિસ્ટમાં ‘’નાઈટ કમાન્ડર ઑફ રોયલ વિક્ટોરિયન ઓર્ડર’’ નાઈટહૂડથી નવાજવામાં આવ્યા છે. તેમણે શાહી પરિવાર માટે પચીસ વર્ષથી વિવિધ ક્ષમતાઓમાં સમર્થન આપ્યું છે.

સર અશોકે 2000થી ડિસેમ્બર 2010 સુધી ડ્યુક ઓફ એડિનબરા (DofE) એવોર્ડના ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી. તેઓ 2006માં DofE એવોર્ડની 50મી વર્ષગાંઠ માટે આયોજન અને ભંડોળ એકત્ર કરવા માટેના સ્ટીયરિંગ જૂથના અગ્રણી સભ્ય હતા અને 2010થી તેઓ DoE UK અને આંતરરાષ્ટ્રીય જોઇન્ટ ફંડીંગ બોર્ડના અધ્યક્ષનું પદ સંભાળે છે. તેમણે ડ્યુક ઓફ એડિનબરાની શતાબ્દીની ઉજવણીમાં મદદ કરવા અને યુવાનોની અસીમ સંભાવનાને ચેમ્પિયન કરવા માટે અથાક મહેનત કરી હતી. સર અશોક હાલમાં પ્રિન્સ એડવર્ડની બિન-ઔપચારિક શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે ધ ફાઉન્ડર્સ 100 લેગસી ફંડ અને યુવાનોને શિખવા માટે સહાય કરી રહ્યા છે.

સર અશોકે કહ્યું હતું કે “મને મહારાણી તરફથી આ વ્યક્તિગત પુરસ્કાર પ્રાપ્ત કરતાં આનંદ થયો છે. DofE એવોર્ડને કાર્યક્ષમ બનાવવા અને વૃદ્ધિ કરવા માટે ઘણા સ્વયંસેવકોએ કરેલા પ્રયત્નોથી હું સતત નમ્ર છું. તેમાં ભાગ લેવો એ એક વિશેષાધિકાર રહ્યો છે, અને મેં મારી જાતને ખૂબ જ માણી છે. આ સન્માન ખૂબ પ્રશંસાપાત્ર છે.”

સર અશોકનો જન્મ 1952માં મોરોગોરો, ટાન્ઝાનિયામાં થયો હતો. તેમણે 15 વર્ષની ઉંમરે યુકેમાં સ્થળાંતર કર્યું હતું અને યુનિવર્સિટી કોલેજ લંડનમાં ફીજીક્સમાં બીએસસી, રોયલ હોલોવે કોલેજમાંથી એપ્લાઇડ મેથેમેટિક્સમાં એમ ફિલ અને બાદમાં લંડન યુનિવર્સિટીમાં કોમ્પ્યુટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો હતો.

સર અશોકે માત્ર પાંચ કર્મચારીઓ સાથે 1985માં સરેમાં તેમના વર્તમાન જીનિસિસ ગ્રુપ ઓફ આઈટી સર્વિસની સ્થાપના કરી હતી જે હવે ત્રણ ખંડોમાં ઓફિસ સાથે 1100 થી વધુ લોકોને રોજગારી આપે છે.

સર અશોક હાર્ટ ઓફ બક્સ, યુનિવર્સિટી કોલેજ લંડન, ઈમ્પીરીયલ કોલેજ લંડન, કોમ્બેટ સ્ટ્રેસ અને ડેબ્રા સહિત અનેક સખાવતી સંસ્થાઓના સક્રિય સમર્થક છે. એશિયન સમુદાયમાં ચાલી રહેલા કાર્ય સાથે તેઓ વંચિત બાળકોના શિક્ષણ, આરોગ્ય અને તકોને સુધારવામાં મદદ કરવા માટે ઉત્સાહી છે.

લોર્ડ ગ્રેહામ કિરખામ KCVO એ જણાવ્યું હતું કે, “મને 20 વર્ષથી ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડ માટે અશોક સાથે કામ કરવાનો વિશેષાધિકાર અને ગર્વ છે. તેઓ શાંત, નમ્ર, ઉત્સાહી, છે અને ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડ માટે તેમના માર્ગદર્શન, પ્રતિબદ્ધતા, અવિરત કાર્યોનો મોટો લાભાર્થી રહ્યો છું. અશોક મહારાણી તરફથી આ વ્યક્તિગત સન્માનને ખૂબ જ લાયક છે. હું તેમને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.”

સર અશોકને 2011માં કમાન્ડર ઑફ રોયલ વિક્ટોરિયન ઓર્ડર તરીકે નિયુક્ત કરાયા હતા તેમજ બકિંગહામશાયરના ડેપ્યુટી લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરાયા હતા.