ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન (ફાઇલ તસવીર) (Photo by JOHN THYS/POOL/AFP via Getty Images)

ઘોડાઓ પ્રત્યેના પ્રેમ માટે જાણીતા અને જીવન દરમિયાન ઘણી બધી વખત ઘોડા પર સવારી કરનાર 96 વર્ષના મહારાણી એલિઝાબેથને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનો 7 વર્ષના ઘોડા ફેબુલ્યુ ડી મૌકોરની ભેટ આપી હતી.

રાણી પાસે રેસના ઘણા ઘોડા છે. મેક્રોને આ અગાઉ યુદ્ધના સમય દરમિયાન અને સમાજમાં ગંભીર ફેરફારો વચ્ચે સ્થિરતાનું તત્વ પ્રદાન કરવા બદલ રાણીની સરાહના કરતાં ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘’આ તમામ પરિવર્તનો દરમિયાન, અમારા જોડાણ અને મિત્રતા પ્રત્યેની આપની નિષ્ઠા જળવાઈ રહી છે અને સ્વતંત્રતા અને સમૃદ્ધિ લાવનારા વિશ્વાસને બનાવવામાં મદદ કરી છે.”