(ANI Photo/Alia Bhatt Instagram)

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કર્યાના માત્ર બે મહિનામાં આલિયા ભટ્ટે સોમવારે સોશિયલ મીડિયા મારફત ગૂડ ન્યૂઝ આપ્યા હતા. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને પોતે ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા હતા. તસવીરમાં જોઈ શકાય છે કે, આલિયા ભટ્ટ હોસ્પિટલના બેડ પર સૂતી છે અને અલ્ટ્રાસાઉન્ડ મશીનની સ્ક્રીન પર જોઈ રહી છે. રણબીર કપૂર પણ ત્યાં ઉભો છે અને તે પણ સ્ક્રીન સામે જોઈ રહ્યો છે. આલિયાએ કેપ્શનમાં ‘અવર બેબી ઇઝ કમિંગ સૂન’ લખ્યું છે. તેને અલ્ટ્રાસાઉન્ડ સ્ક્રીન પર હાર્ટનું ઈમોજી મુક્યું છે.

રણબીર અને આલિયા 14 એપ્રિલે લગ્નના બંધનથી જોડાયા હતા.રણબીર કપૂરની લગ્ન બાદ પહેલી ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ આલિયા-રણબીરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 જુલાઈએ રિલીઝ થશે. રણબીર કપૂર ‘એનિમલ’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે સ્પેનમાં લવ રંજનની ફિલ્મનું શૂટિંગ શ્રદ્ધા કપૂર સાથે કર્યું હતું.


Warning: A non-numeric value encountered in /home2/aj123/public_html/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 308