અજમેરમાં દરગાહ શરીફ (પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇસ્લામના અપમાનના નામે કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હેની થયેલી ઘાતકી હત્યાનો મામલો શાંત પડ્યો નથી ત્યારે અજમેરમાંથી શિરચ્છેદ કરવાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો 5 જુલાઈએ વાઇરલ થયો છે. અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિસ્તીના વીડિયોમાં ભાજપના પૂર્વ પ્રવકતા નુપુર શર્મા સામે ભડકાઉ ટીપ્પણીઓ કરવામાં આવી છે.

દરગાહ પોલીસ સ્ટેશનને ચોપડે હિસ્ટરીશીટર તરીકે નામચીન સલમાન ચિસ્તી આ વીડિયોમાં નુપુર શર્માનું ગળુ કાપનારને પોતાનું મકાન ઇનામમાં આપવાની જાહેરાત કરે છે. કન્હેયાલાલની નિર્મમ હત્યા પછી દેશનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યા છે અને અજમરની દરગાહમાંથી આવો એક વધુ પ્રયાસ થયો છે.

આ વીડિયો કન્હૈયાલાલની હત્યા પહેલા હત્યારા રિયાઝ મોહંમદ અને ગૌસ મોહંમદે બનાવેલા વીડિયો જેવો છે. આશરે ત્રણ મિનિટના આ વીડિયોમાં સલમાન ચિસ્તી પોતાની ધાર્મિક લાગણીનું અપમાન થયું હોવાનું જણાવીને નુપુર શર્માને હત્યાની ખુલ્લી ધમકી આપે છે.

વીડિયોમાં સલમાન કહે છે કે મને જન્મ આપનારી મારી માના સોગંદ.. હું તેને જાહેરમાં ગોળી મારી દેત, મને મારાં બાળકોના સોગંદ, હું તેને ગોળી મારી દેત અને આજે પણ હું કહું છું, જે પણ નૂપુર શર્માનું માથુ વાઢી લાવશે તેને મારું ઘર આપી. આ સલમાનનું વચન છે.

વીડિયો વાયરલ થયા પછી સલમાન ચિશ્તીની વિરૂધ્ધ અજમેર શહેરમાં અલવર ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અજમેરના એએસપી વિકાસ સંગવાને જણાવ્યું હતું કે આ વીડિયો અંગે પોલીસે કડક અભિગમ અપનાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સલમાન ચિસ્તી આ વીડિયોમાં દારુ પીધાની હાલતમાં હતો. સલમાનની ધરપકડ માટે તેની શોધ ચાલુ છે.