Disha Patani
(Photo by JEWEL SAMAD/AFP via Getty Images)

યુવા અભિનેત્રી દિશા પટનીની નવી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ રીલીઝ થઇ ચૂકી છે. દિશા તેની એક્ટિંગ કરતા તેના ગ્લેમર અને હોટ ફોટોશૂટના કારણે વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ ધરાવતી દિશાએ તેની ફિલ્મ અંગે સ્પષ્ટતા કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તે કહે છે કે, હું મારી જાતને સિનેમા સ્ક્રીન પર જોવાનું પસંદ કરતી નથી.

દિશાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન સવાલ પૂછવામાં આવ્યો હતો કે, એક એવી ધારણા છે કે, દિશા પરફેક્ટ છે. એમાં કોઈ પણ વાત હોય, લૂક્સ હોય કે એક્ટિંગ તમે જયારે તમારી જાતને સ્ક્રીન પર જોવો છો ત્યારે કેવું ફીલ કરો છો? આ અંગે દિશાએ વધુમાં કહ્યું હતું કે, હું મારી જાતને સિલ્વર સ્ક્રીન પર નથી જોઈ શકતી. સાચું કહું તો, મને મારી જાતને જોવામાં કશું જ સારું નથી લાગતું. જયારે પણ હું મારી ફિલ્મને જોતી હોવું છું ત્યારે જયારે હું સ્ક્રીન પર આવું ત્યારે મોઢું ફેરવી લઉં છું અથવા તો મારી આંખોને હાથથી ઢાંકી દઉં છું.

‘એક વિલન રિટર્ન્સ’ માં પ્રથમવાર તે નેગેટિવ ભૂમિકા ભજવી રહી છે. દિશા સાથે આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયા મુખ્ય કિરદારમાં છે. આ ફિલ્મ સુપર હિટ ફિલ્મ ‘ એક વિલન’ ની સિક્વલ ફિલ્મ છે અને તેને પણ અગાઉની ફિલ્મના ડિરેક્ટર મોહિત સૂરીએ જ ડિરેક્ટ કરી છે.