Cricketer Cheteshwar Pujara
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા (ફાઇલ તસવીર (Photo by Michael Dodge/Getty Images)

ભારતીય ટીમના માત્ર ટેસ્ટ પ્લેયર તરીકેની નામના ધરાવતા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં વન-ડે ફોર્મેટમાં ઝમકદાર બેટિંગનો સિલસિલો આગળ ધપાવ્યો છે. તેણે રોયલ લંડન વન-ડે કપ ટુર્નામેન્ટમાં સસેક્સના કેપ્ટન તરીકે અસાધારણ બેટિંગ સાથે 8 મેચમાં ત્રીજી સદી ફટકારી ગયા સપ્તાહે કરી હતી. મિડલસેક્સ સામેની મેચમાં સસેક્સનો 157 રનના જંગી માર્જીનથી વિજય થયો હતો. આ મેચમાં ઓપનર ટોમ અલસોપે 155 બોલમાં 189 રન કર્યા હતા, તો પૂજારાએ 90 બોલમાં 132 રન કર્યા હતા.

તેણે 70 બોલમાં તો સદી પુરી કરી નાખી હતી. પૂજારની ઈનિંગ્સની શરૂઆત ધીમી હતી અને 64 બોલમાં તેણે 70 રન કર્યા પછી ઝડપી બેટીંગ કરતાં બીજા 26 બોલમાં 62 રન ઝુડી નાખ્યા હતા. સસેક્સની ટીમે 4 વિકેટે 400 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. તેના જવાબમાં મિડલસેક્સની આખી ટીમ 38.1 ઓવરમાં 243 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.