(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર અને વન-8 નામની રેસ્ટોરા ચેઇન ચલાવતા વિરાટ કોહલીએ મુંબઈમાં નવી રેસ્ટોરાં ખોલવા માટે પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારનો બંગલો ભાડે રાખ્યો હોવાનો મીડિયા અહેવાલ છે. પૂણે, દિલ્હી અને કોલકાતા બાદ હવે વિરાટ કોહલી પોતાની વધુ એક રેસ્ટોરાં મુંબઈમાં પણ શરૂ કરવા જઈ રહ્યો છે. વિરાટ કોહલી આ રેસ્ટોરાં મહાન ગાયક કિશોર કુમારના બંગલોમાં શરૂ કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીએ જૂહુમાં આવેલા કિશોર કુમારના બંગલોના કમ્પાઉન્ડનો મોટો ભાગ લીઝ પર લીધો છે.

મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલા કિશોર કુમારના બંગલના પરિસરમાં હાઈગ્રેડ રેસ્ટોરાં બનાવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી એક મહિનામાં વિરાટ કોહલીની આ રેસ્ટોરાં ધમધમતી થઈ જશે. કિશોર કુમારના દીકરા અમિત કુમારે પણ આ વાતની પુષ્ટિ આપી હતી. અમિત કુમારે વિરાટ કોહલીની રેસ્ટોરાંની વાતની પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે અમે વિરાટ કોહલીને પાંચ વર્ષ માટે જમીન ભાડાપટ્ટા પર આપી છે. 2017માં કોહલીએ દિલ્હીના આરકેપુરમમાં Nueva નામની રેસ્ટોરાંની શરૂઆત કરી હતી. આ સિવાય One8 Commune નામની વિરાટની રેસ્ટોરાં ચેઈન દેશના કેટલાક શહેરોમાં છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments