બ્રેન્ટ નોર્થના એમપી બેરી ગાર્ડિનરે પાર્થના સભામાં સ્વ. શ્રીમતી પાર્વતીબેન સોલંકીને અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’શ્રીમતી પાર્વતીબેન સાચા માતૃશ્રી હતા અને સોલંકી પરિવાર તેમની આસપાસ 60 કરતા વધુ વર્ષથી ફરે છે. જ્યારે રામ (રમણીકલાલ)નું અવસાન થયું ત્યારે જે વેદના અનુભવાઈ હતી તે હવે તેમના નિધનથી અનુભવી રહ્યા છીએ. તે દંપત્તી એક બીજાને ખૂબ ચાહતું હતું. તે દંપત્તિએ ટેરેસ હાઉસમાંથી મીડિયા સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને પાર્વતીબેન તે બિઝનેસને આગળ ધપાવવામાં સંપૂર્ણપણે સાથે હતા. રાજનીતિમાં અમારે કોઇ પગલા અંગે નિર્ણય લેવાનો હોય તો અમે કહીએ છીએ કે “શું તે ડેઈલી મેઈલ ટેસ્ટમાં પાસ થશે?”. હવે મને લાગે છે કે પાર્વતીબેન પાસે ડેઈલી મેઈલ કરતા ઘણા સારા નૈતિક ધોરણ હતા.’’

‘’વિસ્તૃત સોલંકી પરિવારમાં ઉછરતા દરેક પર રહેતી દાદીમાની શાંત આંખો હંમેશા યાદ કરાવતી કે તમારે કેટલા સારા હોવું જોઇએ! મને કેટલીય વાર એશિયન મીડિયા ગ્રુપ ડિનરમાં તેમની બાજુમાં બેસવાનો લહાવો મળ્યો હતો અને હંમેશા વાતચીતના બે જ વિષયો રહેતા એક તેમના પૌત્રો વિશે અને બીજુ થોડીક સ્વીટ વ્હાઇટ વાઇન વિષે. સોલંકી પરિવાર પ્રેમ પર રચાયો હતો. તેમણે પરિવારના ભવિષ્યને સુરક્ષિત કર્યું છે અને તેમની પાસે પરિવાર કરતાં વધુ સારી વારસો નથી.’’

LEAVE A REPLY

5 × two =