સસ્તાં ચાઇનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લેસ્ટરની ઘટનાઓના કારણે તણાવ અને ડિસઓર્ડરની સાથે અચાનક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો અને બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે કે 1 લાખ ટ્વીટ્સનું જિયો લોકેશન ભારત બતાવતું હતું.

બીબીસી મોનિટરિંગ દ્વારા કોમર્શિયલ ટ્વિટર એનાલિસિસ ટૂલ બ્રાન્ડવોચનો ઉપયોગ કરીને કરવામાં આવેલી તપાસમાં લગભગ અડધા મિલિયન ટ્વીટ્સની ઓળખ કરાઇ હતી. છેલ્લા અઠવાડિયામાં ઘણા ભારતીય એકાઉન્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ટોચના હેશટેગ્સમાં #Leicester, #HindusUnderAttack અને #HindusUnderattackinUK નો સમાવેશ થાય છે.

આ એકાઉન્ટ્સ વાપરનારાઓના પ્રોફાઇલ પિક્ચર નહોતા અને તે આ મહિનાના પ્રારંભે જ શરૂ કરાયા હતા. જે “અપ્રમાણિક પ્રવૃત્તિ” સૂચવી શકે છે અને એવી સંભાવના છે કે જે તે વ્યક્તિઓ ઇરાદાપૂર્વક એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા.

બીબીસીએ શેર કરાયેલ ટોચની 30 URL ની તપાસ કરતાં તેમાંથી 11 ન્યૂઝ વેબસાઈટ OpIndia.com દ્વારા લખાયેલા લેખોની લિંક હતી.

એક લેખમાં હેનરી જેક્સન સોસાયટીના બ્રિટિશ સંશોધક શાર્લોટ લિટલવુડને ટાંકવામાં આવ્યા હતા. જેમણે GB ન્યૂઝને જણાવ્યું હતું કે મુસ્લિમો તરફથી હિંસાની ધમકીઓને કારણે ઘણા હિંદુ પરિવારોએ લેસ્ટર છોડી દીધું હતું. આ લેખને લગભગ 2,500 વખત રીટ્વીટ કરવામાં આવ્યો હતા.

LEAVE A REPLY

6 − three =