યુગાન્ડાના કિસોરો શહેરમાં પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે ગોળી 24 વર્ષીય ભારતીય વેપારીની હત્યા કરી હતી. મૃતકની ઓળખ કુંતજ પટેલ તરીકે થઈ હતી, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. ગુજરાતી મીડિયાના અહેવાલ અનુસાર કુંતજ પટેલ મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા સાંઢેલી ગામના હતા. 

ડેઇલી મોનિટર અખબારના અહેવાલ મુજબ ફિલ્ડ ફોર્સ યુનિટ (FFU)ના પોલીસ કોન્સ્ટેબલ એલિયોડા ગુમિઝામુ (21) સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે મુખ્ય શેરી પર ગુનાના સ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે 27 ઓક્ટોબરે તેને ઝડપી લઇને પોલીસને સોંપવામાં આવ્યો હતો.  

પ્રાદેશિક પોલીસ પ્રવક્તા એલી માટેને ટાંકીને વર્તમાનપત્રે જણાવ્યું હતું કે, આરોપી પોલીસકર્મી અન્ય વ્યક્તિઓ સાથે હાર્ડવેરની ભારતીય દુકાનમાં ઘૂસી ગયા હતા અને ગુરુવારે લગભગ 2 વાગ્યે ભારતીય વેપારીને છાતીમાં ગોળી મારી દીધી હતી. અન્ય આરોપીઓને હજુ સુધી ટ્રેક કરવામાં આવ્યા નથી.  

આરોપી પોલીસકર્મીને આંતરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને કિસોરો પોલીસ સ્ટેશનમાં લાવીને હત્યાના ઇરાદા અંગે પૂછપરછ કરાઈ હતી. માટેએ જણાવ્યું હતું કે પીડિતને ગંભીર હાલતમાં કિસોરો જિલ્લાના મુટોલેરેની સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક કલાસ પછી તેમનું મોત થયું હતું.  

કુંતજ પટેલની દુકાનમાં કામ કરતા પ્રત્યક્ષદર્શી ગિલ્બર્ટ મ્વિસેનેઝાએ કહ્યું કે તે અને તેના બોસ એક ક્લાયન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે સશસ્ત્ર અધિકારી અંદર આવ્યો હતો અને  છાતીમાં ગોળી મારી હતી. ગોળીબાર પછી તેને (પોલીસમેન) ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ પીછો કરીને તેને ઝડપી લીધો હતો.  

આ ઘટના કેન્યામાં બે ભારતીયોનું અપહરણ અને હત્યાના પછી બની છે.  

ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે કેન્યામાં ભારતીય હાઈ કમિશનર નામગ્યા ખામ્પાએ કેન્યાના પ્રેસિડન્ટ વિલિયમ સમોઈ રુટો સાથે મુલાકાત કરી હતી અને તેમને આ મામલે તપાસ ઝડપી બનાવવા વિનંતી કરી હતી. 

 

LEAVE A REPLY

fourteen − nine =