No-entry order for women in Delhi's Jama Masjid withdrawn
(ANI Photo)

વિવાદ ઊભો થયા પછી દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા તેમના વિવાદાસ્પદ આદેશને પાછો ખેંચવા માટે સંમત થયા છે. દિલ્હીના એલજી વી કે સક્સેનાએ દરમિયાનગીરી કરી હતી અને તેમને હુકમ પાછો લેવાનો અનુરોધ કર્યો હતો, એમ રાજ નિવાસના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. 

ઇમામ બુખારી આદેશને રદ કરવા માટે સંમત થયા હતા. જોકે તેમણે આ શરત રાખી હતી કે  મુલાકાતીઓ મસ્જિદની પવિત્રતાનું સન્માન કરે. 

દિલ્હીની જાણીતી જામા મસ્જિદના વહીવટીતંત્રે મુખ્ય દરવાજાની બહાર એકલી કે ગ્રૂપમાં ‘છોકરીઓ’ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસો મૂકી હતી. તેનાથી વિવાદ વકર્યો હતો. આ પછી મસ્જિદના શાહી ઈમામે કહ્યું હતું કે આ આદેશ નમાજ પઢવા આવતા લોકોને લાગુ પડતો નથી. 

આ મુદ્દો કેટલાક વર્ગોમાં આક્રોશ  ફાટી નીકળ્યો હતો. મહિલા અધિકાર કાર્યકરોએ મસ્જિદના નિર્ણયને પ્રતિકૂળ અને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. આ નોટિસ થોડા દિવસો પહેલા ત્રણ મુખ્ય પ્રવેશદ્વારની બહાર મૂકવામાં આવી હતી. જો કે, તે હવે તે લોકોના ધ્યાનમાં આવી હતી અને વિવાદનું કેન્દ્ર બન્યું હતું.  

રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ કેન્દ્ર અને દિલ્હી સરકારને જામા મસ્જિદમાં ‘છોકરીઓ’ના પ્રવેશ પરના પ્રતિબંધ સામે યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી. મહિલા પંચે તેને સ્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ અને મહિલાના પૂજાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. 

 

LEAVE A REPLY

5 × four =