Violent protests against Adani's port in Kerala
કેરળમાં તિરુવનંતપુરમના વિઝિંજમ પોર્ટ પ્રોજેક્ટના વિરોધ દરમિયાન લેટિન આર્કડિયોસીસ સાથે જોડાયેલા માછીમારોએ મુલ્લૂરમાં તેમની બોટને આગ ચાંપી હતી. (ANI ફોટો)

કેરળના તિરુવનંતપુરમમાં અદાણી ગ્રૂપના નિર્માણાધીન વિઝિંજામ પોર્ટ પર સામે ખ્રિસ્તી પાદરીઓની આગેવાની હેઠળ માછીમાર સમુદાય ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. દેખાવકારોએ વિઝિંજમ પોલીસ સ્ટેશન પર કરેલા કથિત હુમલામાં હુમલામાં 40 પોલીસ કર્મચારીઓ અને 20 દેખાવકારો ઘાયલ થયા હતા. આ દેખાવોમાં 3,000 લોકોએ ભાગ લીધો હતો. લોકોઓ આ પોર્ટની ઘેરાબંધી કરી હતી અને તંબુ બાંધીને વિરોધ કર્યો હતો.

ઉગ્ર વિરોધને પગલે અદાણી ગ્રૂપે કેન્દ્રીય સુરક્ષા દળના જવાની સુરક્ષા માગી હતી. કેરળની ડાબેરી સરકારે શુક્રવારે કેરળ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેને તિરુવનંતપુરમમાં અદાણીના નિર્માણાધીન વિઝિંજામ પોર્ટ પર કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં કોઈ વાંધો નથી. તાજેતરમાં હિંસક વિરોધ પ્રદર્શનને કારણે આ પોર્ટની કામગીરીને અસર થઈ હતી.

અદાણી ગ્રૂપે વિઝિંજામ બંદર પર કેન્દ્રીય દળોની તૈનાત કરવાની માંગણી કરી હતી અને રાજ્ય સરકાર પણ તેની તરફેણ કરી કરી હતી. દરમિયાન, રાજ્ય સરકારે કોર્ટને માહિતી આપી હતી કે હિંસા સંદર્ભે બિશપ સહિત સંખ્યાબંધ વ્યક્તિઓ સામે કેસ દાખલ કરાયા છે અને પાંચ લોકોની ધરપકડ કરાઈ છે. જો કે, અદાણી જૂથે કોર્ટને જણાવ્યું હતું કે ઘણા પાદરીઓ સહિત આ કેસના ઘણા આરોપીઓ હજુ પણ વિરોધ સ્થળ પર છે. જૂથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ મામલે પોલીસ તપાસ એક ફારસ છે.

રાજ્ય સરકારે કેરળ હાઈકોર્ટને 28 નવેમ્બરે માહિતી આપી હતી કે આ પોર્ટ પર હિંસક વિરોધ અને હુમલાને કારણે થયેલા નુકસાનની વસૂલાત માટે પગલાં લેવામાં આવશે.અદાણી ગ્રૂપે અગાઉ દાવો કર્યો હતો કે બાંધકામના સાઇટ માટે પોલીસ સુરક્ષા આપવાના કોર્ટના આદેશનો અમલ થયો નથી. ગ્રુપે વિરોધ સ્થળ પર લગાવેલા તંબુને તોડી પાડવાની પણ માંગ કરી છે.

LEAVE A REPLY

2 × four =